સ્વાદરસિયાઓ અને સ્ટ્રીટ ફૂડના શોખિનો પોતાના જીભનો ચટાકો પૂરો ના કરે ત્યાં સુધી એમનો દિવસ પૂરો થતો નથી અને મુંબઈ હોય કે દેશનું કોઈ પણ શહેર. રસ્તાના ખૂણે એકાદ-બે ફાસ્ટફૂડની લારીઓ તો દેખાઈ જ જશે. હવે સ્વાદથી આગળ વધીને વાત કરીએ તો ક્યારેય આ લારીને ધ્યાનથી નોટિસ કરી છે કે? જો આ સવાલનો જવાબ હામાં હશે તો તમે જોયું હશે કે પાણીપુરીના માટલાને કે પછી લીંબુ-પાણી, જલજીરાના માટલાને કે પછી લારી પરના ખાદ્યપદાર્થને ઢાંકવા માટે ભૈયાજી હંમેશા જ લાલ રંગનું કાપડ ઉપયોગમાં લે છે. તો ક્યારેય વિચાર આવ્યો છે ખરો કે આ કાપડ લાલ રંગનું જ કેમ હોય? કેમ આ કાપડ બીજા કોઈ રંગનું નથી હોતું? તમે ખુદ જાણીને ચોંકી ઉઠશો કે આ પાછળ એક વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે અને આજે આપણે અહીં આ વૈજ્ઞાનિક કારણ વિશે જ વાત કરવાના છીએ…
આ લાલ રંગના કાપડનો ઉપયોગ કરવા પાછળનું પહેલું કારણ એવું છે કે લાલ રંગ ખૂબ જ ચમકદાર હોય છે અને તેને દૂરથી પણ તે નજરે પડે છે. એટલે એવું કહી શકાય કે લોકોનું ધ્યાન લાલ રંગ પર ખૂબ જ સરળતાથી જાય છે, અન્ય રંગોની સરખામણીએ. આ જ કારણસર ગાડીના મટકા અને અન્ય વાસણો પર લાલ રંગનું કપડું લગાવવામાં આવે છે.
લાલ રંગની ચમક પાછળ એક સરળ ભૌતિકશાસ્ત્ર કામ કરે છે. જેમ આપણે જાણીએ છીએ કે પ્રકાશ સામાન્ય રીતે સાત રંગોનો બનેલો હોય છે. આ બધા રંગોમાંથી, લાલ રંગ સૌથી લાંબી તરંગલંબાઇ ધરાવે છે. તેનાથી વિપરીત, આ રંગની આવર્તન સૌથી ઓછી છે. તમારી
જાણ માટે કે આ રંગની વેવલેન્થ જેટલી વધારે હોય છે તેટલી જ તે વધુ ચમકદાર હોય છે. આવો રંગ દૂરથી દેખાય છે.
લાલ રંગના કાપડના ઉપયોગના બીજા કારણ વિશે વાત કરીએ તો જ્યારે ખાવાની વસ્તુઓને લાલ રંગના કપડાથી ઢાંકવામાં આવે છે ત્યારે લોકોનું ધ્યાન આ રંગ પર ઝડપથી જાય છે. ઈતિહાસના જાણકારો કહે છે કે હુમાયુના શાસનકાળમાં રસોડાનો રિવાજ હતો. આ રિવાજ હેઠળ ખોરાક રાખવા માટે ઉપયોગમાં લેવાતા વાસણોને લાલ કપડાથી ઢાંકવામાં આવતા હતા. આ રિવાજ આગળ વધ્યો અને આ સ્વરૂપમાં લોકપ્રિય બન્યો. બસ ત્યારથી જ ખોરાકને ઢાંકવા માટે લાલ કપડાનો ઉપયોગ કરવામાં આવે છે.