દરેક ગામની પોતાની કોઈ આગવી ઓળખ હોય છે. તેમ આગવી વસ્તુઓ પણ હોય છે. જોકે ભોળા ગામજનો સમજી નતી શકતા, પણ વેપારીની નજર બધે પડે છે. અંકલેશ્વરના નાગલ ગામમાં પણ આવું જ છે. અહીં વાર તહેવારે આવે છે ફૂલોના વેપારીઓ. આ વેપારીઓ અહીં લેવા આવે છે કમળ. આ કમળ ઉજ્જૈન અને મુંબઈ ખાતેના સિદ્ધિ વાનયક મંદિરમાં ખાસ ચડાવવામા આવે છે. અહીં તેની ખૂબ માગ હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે. જોકે ગામના યુવાનો મહેનત કરીને તળાવમાંથી કમળો કાઢી લાવે છે, તેના માત્ર કમળદીઠ 2 રૂપિયા મળે છે, પરંતુ ખાસ તહેવારો સમયે આ કમળ મુંબઈમાં કે અન્ય શહેરોમાં રૂ. 50થી 200 માં વેચાઈ છે. યુવાનોની મહેનત હોય છે, પરંતુ કમાણી વેપારીઓની થઈ જાય છે.
અંકલેશ્વર તાલુકાના નાગલ ગામના તળાવમાં થતા કમળ ઉજ્જૈન, મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધીવિનાયક મંદિર અને મહાલક્ષ્મી મંદિરે અર્પણ કરવામાં આવે છે. નજીવા ભાવે વેપારીઓ ખરીદી કરીને અન્ય શહેરોમાં બમણા ભાવે વેચાણ કરે છે.
અંકલેશ્વર તાલુકો નર્મદા નદીના પટ્ટમાં આવેલો છે. અંકેલશ્વર ઔદ્યોગિક દ્રષ્ટિ સાથે સામાજિક, સાંકૃતિક અને આધ્યાત્મિક રીતે પણ મહત્વનું સ્થાન ધરાવે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સહિતના ફૂલોના વેપારીઓ નાગલ ગામના તળાવમાં થતા કમળના ફૂલ લેવા આવે છે. ગામના લોકો તળાવમાંથી કમળના ફૂલ વીણી વેપારીઓને નજીવા ભાવે વેચાણ કરે છે. આ તળાવમાં થતા કમળના પુષ્પો ઉજ્જૈન, મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક અને મહાલક્ષ્મી માતાના મંદિરે અર્પણ કરવામાં આવતા હોવાથી તેની ખૂબ માંગ છે.
વેપારીઓ નાગલ ગામના કમળના પુષ્પો ખરીદવા શ્રાવણ માસ, ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળીના તેમજ મહાશિવરાત્રીના તહેવારમાં આવતા હોય છે. આ દરમિયાન, ભાવિક ભક્તો નાંગલ ગામના તળાવમાંથી વીણવામાં આવતા કમળના ફૂલની ખરીદી કરવા આવતા હોય છે.
પૌરાણિક કથા અનુસાર, ભગવાન વિષ્ણુની નાભિમાંથી કમળનું ફૂલ ઉદ્ભવ્યું હતું અને બ્રહ્મા કમળના ફૂલમાંથી ઉદ્ભવ્યા હોવાનું માનવામાં આવે છે. બ્રહ્મા, લક્ષ્મી અને સરસ્વતીજીએ કમળના ફૂલને તેમનું આસન બનાવ્યું છે. ગામના તળાવમાં થતા કમળના ફૂલો પ્રસિદ્ધ મંદિરોમાં ભગવાનને અર્પણ કરવામાં આવતા હોવાથી તળાવનું મહત્વ અનોખું હોવાનું પણ જણાવી લોકો જણાવી રહ્યા છે.