બોલીવૂડ એક્ટ્રેસ તબ્બુ તેના નામની પાછળ સરનેમ લગાવતી નથી તેથી તેની પાછળનું કારણ જાણવા લોકો તલપાપડ થતાં હોય છે. જોકે, આ અંગે તાજેતરમાં તબ્બુએ એક ઈન્ટરવ્યૂમાં પોતાની પર્સલન લાઈ સાથે જોડાયેલી અનેક વાતોનો ખુલાસો કર્યો હતો.
તબ્બુએ જણાવ્યું કે, મારી માતા અને પિતાના પહેલા જ છુટાછેડા થઈ ગયા હતાં તેથી મારા પિતા સાથેના સંબંધો સારા નહોતા. હું પિતાની સરનેમ લગાવવાનું પસંદ કરતી નથી. મારા દિલમાં મારા પિતા પ્રત્યે કોઈ પ્રેમ નથી અને એવું જરૂરી નથી કે પિતાની સરનેમ રાખવી જ જોઈએ. હું મારા જીવનમાં આગળ વધી ગઈ છું અને જૂની વાતો વિશે વિચારવાનો કોઈ અર્થ નથી.
તબ્બુનું આખુ નામ ફાતિમા હાશ્મી છે, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તે તબ્બુના નામે લોકપ્રિય છે.
…તો આ કારણે તબ્બુ નામ પાછળ સરનેમ રાખવાનું પસંદ નથી કરતી
RELATED ARTICLES