નરેન્દ્ર મોદીની સુરક્ષા ટુકડીમાં સામેલ થવા માટે મુધોલ કૂતરાઓ શા માટે ખાસ છે?

વીક એન્ડ

કવર સ્ટોરી-પ્રથમેશ મહેતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે જવાબદાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપે દેશી જાતિના મુધોલ શિકારી કૂતરાઓનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. આ કૂતરાઓની ખાસિયત એ છે કે જુવારની એક રોટલી પર જીવતા રહી શકે છે.
કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં સ્થિત કેનાઇન રિસર્ચ ઇન્ફોર્મેશન સેન્ટર (CRIC))માં રહેતા આ શ્ર્વાન સામાન્ય ભારતીય ઘરોનો ખોરાક ખાય છે. તેમનું કામ માત્ર અડધો કિલો પીસેલી મકાઈ, ઘઉં, તુવેર દાળથી ચાલી જાય છે, જે તેમને દિવસમાં બે વાર અપાય છે. આ સાથે દરરોજ બે ઈંડા અને અડધો લીટર દૂધ પણ આપવામાં આવે છે. ઘણા પ્રાઈવેટ બ્રીડર્સ તેમને દર અઠવાડિયે થોડું ચિકન ખાવા માટે આપે છે.
મુધોલ કૂતરાઓનું માથું, ગરદન અને છાતી ઊંડા હોય છે. પગ સીધા હોય છે અને પેટ પાતળું છે. કાન નીચે તરફ વળેલા છે. ગ્રેટ ડેન પછી સ્થાનિક જાતિઓમાં તે સૌથી લાંબા કૂતરા છે. તેની ઉંચાઈ ૭૨ સેમી અને વજન ૨૦ થી ૨૨ કિગ્રા છે. મુધોલ કૂતરા આંખના પલકારામાં એક કિલોમીટર સુધી દોડી શકે છે.આ કૂતરાઓનું શરીર એથ્લેટ જેવું છે અને શિકારમાં કોઈ તેની સામે સ્પર્ધા ન કરી શકે.
નિષ્ણાતોના મતે, મુધોલ જાતિના કૂતરાઓની કેટલીક વિશેષતાઓ ચોંકાવનારી છે. ઉદાહરણ તરીકે, તેમની આંખો ૨૪૦ ડિગ્રીથી ૨૭૦ ડિગ્રી સુધી ફરી શકે છે. જો કે, તેમની કેટલાક દેશી જાતિના કૂતરાઓ કરતાં સૂંઘવાની ક્ષમતા ઓછી છે. તેમને ઠંડા હવામાનમાં તાલમેળ કરવામાં મુશ્કેલી પડી શકે છે. કર્ણાટક વેટરનરી એનિમલ એન્ડ ફિશરીઝ સાયન્સિસ યુનિવર્સિટી બિદરના સંશોધન નિયામક ડો. બી.વી. શિવપ્રકાશ કહે છે, “મુધોલ જાતિના કૂતરાઓએ ફેન્સી બ્રાન્ડેડ ફૂડ ન ખાવું જોઈએ. “CRICમાં શ્ર્વાન તેમને જે આપવામાં આવે તેના પર જીવી શકે છે. જો માલિક ઇચ્છે તો ચિકન ઉમેરી શકાય છે. તે જુવારનો રોટલો ખાઈને પણ જીવી શકે છે.
સીઆરઆઈસીના વડા અને યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર સુશાંત હાંડગેએ કહ્યું, “તમે આ કૂતરાને બાંધીને રાખી શકતા નથી. તેને મુક્તપણે ફરવું ગમે છે. સવાર-સાંજ એક કલાક ચાલવાથી તે પોતાનું કામ ખૂબ જ ઝડપથી કરી શકે છે. તે વન મેન ડોગ છે. તેમને ઘણા લોકો પર ભરોસો નથી હોતો. સામાન્ય રીતે આ શ્ર્વાનનો ઉપયોગ સર્વેલન્સના કામ માટે કરવામાં આવે છે.”
વર્ષ ૨૦૧૮ માં, ઉત્તર કર્ણાટકમાં એક રેલીમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્ર્વાનની સ્વદેશી જાતિના વખાણ કર્યા હતા. આ પછી ઘણી સુરક્ષા એજન્સીઓએ સીઆરઆઈસી પાસેથી ગલુડિયાઓ લઈને તાલીમ આપવાનું શરૂ કર્યું. એસએસબી રાજસ્થાન, સીઆરપીએફ બેંગલુરુ અને વન વિભાગ બાંદીપુર અહીંથી બે-બે, સીઆઈએસએફ હરિકોટા એક, બીએસએફ ટેકનપુર ચાર, ઈન્ડિયન એર ફોર્સ આગ્રા યુનિટ, સાત, રિમોટ વેટરનરી કોર્પ્સ અથવા આરવીસી. મેરઠ છ ગલુડિયાઓ લઈ ગયા છે.
રાજા માલોજીરાવ ઘોરપડે (૧૮૮૪-૧૯૩૭)ના શાસન દરમિયાન મુધોલ કૂતરાઓ ઉપર સૌપ્રથમ ધ્યાન ગયું હતું. આદિવાસીઓ આ કૂતરાઓનો શિકાર માટે ઉપયોગ કરતા હતા. માલોજીરાવનું ધ્યાન અહીં ગયું હતું. રાજાએ બ્રિટનની મુલાકાત દરમિયાન કિંગ જ્યોર્જ પંચમને કેટલાક મુધોલ ગલુડિયાઓ પણ ભેટમાં આપ્યા હતા. “એવું કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજની સેના પણ મુધોલ કૂતરાઓનો ઉપયોગ કરતી હતી, “સુશાંત હાંડગે કહે છે.
ડો. શિવપ્રકાશે જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે આ શ્ર્વાન માત્ર મુધોલ તાલુકામાં જ જોવા મળે છે. હવે આ શ્ર્વાન સીઆરઆઈસી પાસેથી ખાનગી સંવર્ધકો દ્વારા લેવામાં આવે છે. હવે તેમને મહારાષ્ટ્ર, તેલંગાણા અને અન્ય રાજ્યોમાં પણ ઉછેરવામાં આવી રહ્યા છે.
ગયા વર્ષે, નેશનલ બ્યુરો ઑફ એનિમલ જિનેટિક્સ રિસોર્સિસ (NBAGR), કર્નાલે મુધોલ જાતિના કૂતરાને સ્વદેશી જાતિ તરીકે માન્યતા આપી અને પ્રમાણિત કર્યા. આ પ્રમાણપત્ર દ્વારા ણા ખાનગી સંવર્ધકોએ મુધોલ અને બાગલકોટની આસપાસના વિવિધ રાજ્યોના રહેવાસીઓને આ કૂતરાઓના વેચવાનું શરૂ કર્યું. .
મુધોલ તાલુકામાં લોકપુર વેંકપ્પા નવલ્ગીએ કહ્યું, “તેની પાસે ૧૮ કૂતરા છે. જેમાં ૧૨ માદા અને ૬ નર છે. અમે વર્ષમાં એકવાર તેમનું પ્રજનન કરીએ છીએ. માદા એક વર્ષમાં બેથી ચાર અને દસથી ચૌદ બચ્ચાંને પણ જન્મ આપી શકે છે. કેટલાક લોકો ગલુડિયાઓને ઇન્જેક્શન આપતા નથી અથવા નોંધણી કરતા નથી.
“તે સમય માગી લે તેવી પ્રક્રિયા છે. તેથી જ તેઓ એક ગલુડિયાનું ૧૨,૦૦૦ રૂપિયામાં વેચાણ કરે છે. પરંતુ જે લોકો ગલુડિયાને ઇન્જેક્શન આપીને તેમને પ્રમાણિત કરાવે છે તેઓ તેને ૧૩ થી ૧૪ હજાર રૂપિયામાં વેચે છે. આ કૂતરાઓની સરેરાશ ઉંમર વર્ષ ૧૬ છે. પરંતુ હવે તે ઘટીને ૧૩-૧૪ વર્ષ થઈ ગઈ છે. “અમારી પાસે અહીં એક મુધોલ કૂતરો છે. તે ખૂબ જ મૈત્રીપૂર્ણ છે અને મારી ત્રણ વર્ષની પુત્રી સાથે સારી રીતે ભળી ગયો છે, બેંગ્લોરની રશ્મિ માવિનકર્વેએ જણાવ્યું હતું. તે એટલા મિલનસાર હોય છે કે બાળકો તેમને ટેડી સમજવા લાગે છે.
“લોકો કહે છે કે તેઓ ખૂબ જ તુંડમિજાજી સ્વભાવના છે, પરંતુ આ સાચું નથી. તે બધું તમે તેમને કેવી રીતે ઉછેરો છો તેના પર નિર્ભર કરે છે. તે બિલકુલ આક્રમક નથી. અમારી પાસે એક સમયે આવા સાત કૂતરા હતા,” પોતાના એક કૂતરા વિશે તે કહે છે, “તેને મહિનામાં એકવાર સ્નાન કરાવીએ તેમ છતાં તેના શરીરમાંથી અન્ય કૂતરાઓની જેમ દુર્ગંધ આવતી નથી. અમે અઠવાડિયામાં એકવાર તેનું ગ્રૂમિંગ કરીએ છીએ. તેમનો ખોરાક પણ સાદો હોય છે.
“અમે તેમને દરરોજ રાગી માલ્ટ અને દહીં સાથે ૨૫૦ ગ્રામ ખોરાક આપીએ છીએ. તેમાં ઇંડા અને
લગભગ ૧૦૦ ગ્રામ ચિકન હોય છે. તેમને અઠવાડિયામાં ૧૦૦ ગ્રામ ભાત આપવામાં આવે છે. અમે વર્ષમાં એકવાર રસી આપીએ છીએ. તેમની સાચવણી કરવી ઘણી સસ્તી છે.
ન્યુઝીલેન્ડમાં તાલીમ પામેલા પ્રમાણિત કેનાઇન બિહેવિયરિસ્ટ અમૃત હિરણ્યાએ જણાવ્યું, “મુધોલ શ્ર્વાનો અથવા ગ્રે હાઉન્ડને સામાન્ય રીતે શિકારી કૂતરા ગણવામાં આવે છે. જો તેઓને ભારતીય સેનાના પાયદળમાં ખતરાને ઓળખીને હુમલો કરીને પરત આવવાના હેતુથી લઈ જવામાં આવ્યા હોય, તો તેઓ એકદમ યોગ્ય છે.
તેઓ કહે છે, “વિશ્વમાં માત્ર મુધોલ જાતિના કૂતરાઓ જ આંખો ૨૪૦ થી ૨૭૦ ડિગ્રી પર ફેરવી શકે છે. તેઓ પાયદળના પેટ્રોલિંગ માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે કારણ કે તેઓ ગાઢ અંધકારમાં પણ જોઈ શકે છે. તેમની સાંભળવાની ક્ષમતા શ્રવણ યંત્ર કે અથવા માનવ સાંભળવાની ક્ષમતા કરતાં વધુ છે.
“પરંતુ જો તેનો ઉપયોગ વિસ્ફોટકો, માદક દ્રવ્યોની શોધ અથવા ચોરી જેવા ગુનાઓની તપાસ માટે કરવામાં આવે છે, તો તે એટલા અસરકારક સાબિત થશે નહીં. કારણ કે મુધોલની ગંધ લેબ્રાડોર, જર્મન શેફર્ડ કે બેલ્જિયન મેલિનોઈસ કરતાં ઓછી હોય છે. હિરણ્યા કહે છે કે કોમ્બાઈ અથવા ચિપ્પારરી જેવા દેશી જાતિના કૂતરાઓ મુધોલ કરતાં વધુ સારી ગંધની સમજ ધરાવે છે. પણ તેમની નજર બહુ દૂર સુધી જતી નથી. પરંતુ મુધોલનું આ એકમાત્ર પાસું નથી.
“મુધોલની ચામડી એવી છે કે તે શુષ્ક હવામાનમાં પણ સારી રીતે રહી શકે છે. તેમની ત્ત્વચા મહારાષ્ટ્ર અને ઉત્તર કર્ણાટકના હવામાન માટે યોગ્ય છે. હવામાનમાં થોડો ફેરફાર થવા પર તેમના શરીરમાં ખંજવાળ અથવા ફૂગ આવી શકે છે. જ્યારે તમે આવા શ્ર્વાનને ૧૦ થી ૩૦ ટકા સારી કાર્યક્ષમતા સાથે ખાનગી રીતે રાખી શકો છો. તો પછી પ્રજાના પૈસાથી કૂતરા વાપરવાના હોય તો મુધોલને કેમ અપનાવી ન શકાય.
“સમગ્ર વિશ્ર્વમાં લોકો જર્મન શેફર્ડ અથવા બેલ્જિયન મેલિનોઇસને દત્તક લેવા આગળ વધી રહ્યા છે,” તે કહે છે. આના ઘણા કારણો છે. એક, બેલ્જિયન મેલિનોઇસ કોઈપણ સીઝનને સહન કરી શકે છે. અને તે જર્મન શેફર્ડ કરતા નાનું છે.
હિરણ્યાએ કહ્યું, “તમને યાદ હશે કે તે બેલ્જિયન મેલિનોઈસ હતો જેણે ઓસામા બિન લાદેનને સૂંઘીને શોધી કાઢ્યો હતો. વિસ્ફોટકો શોધવામાં એક સેક્ધડનો વિલંબ પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી, આવા કામમાં મુધોલને કામે લગાડવું જોખમી બની શકે છે. તે કહે છે, “છેલ્લા સાત-આઠ વર્ષોમાં, બેલ્જિયન મેલિનિયોસે ૫૦૦૦ કિલો માદક દ્રવ્ય સૂંઘીને ગોતી કાઢ્યું હશે.આ શ્ર્વાનને બેંગ્લોર પાસે ઈછઙઋના ટ્રેનિંગ સેન્ટરના શ્ર્વાન સંવર્ધન કેન્દ્રમાં તાલીમ આપવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.