(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: જીડીપી અને પીએમઆઇના નબળા ડેટા છતાં બુધવારના સત્રમાં શેરબજારમાં તેજી જોવા મળી હતી. ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પડી રહી હોવા છતાં ચીનના ફેકટરી ડેટા સારા આવ્યા હોવાથી વિશ્વબજાર પાછળ સેન્સેક્સે આઠ સત્રની પીછેહઠને બ્રેક મારીને બુધવારના સત્રમાં ૪૪૯ પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો છે. એ જ સાથે, નિફ્ટી પણ ૧૭,૪૫૦ની ઉપર પહોંચ્યો છે. ભારતના આર્થિક વિકાસ દરમાં ધીમી ગતિ દેખાવા સાથે મેન્યુફેકચરિંગ ડેટા પણ નીચી સપાટીએ ઉતર્યા હોવા છતાં શેરબજારમાં આવેલા સુધારા માટે નિષ્ણાતો જણાવે છે કે ઉત્પાદન ક્ષેત્રની કામગીરી અપેક્ષા કરતા ઓછી ખરાબ રહી છે. એ જ સાથે ચીનના મેન્યુફેકચરિંગ ડેટા સારા આવવાથછી વિશ્વબજારમાં સુધારોઆવતા સેન્ટિમેન્ટ પલ્ટાયું હતું. બજારને સપોર્ટ આપનારી એક વધુ બાબતમાં પાછલા કેટલાક સત્રમાં સેન્ટિમેન્ટ બગાડનારા અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં પણ પાછલા સત્ર બાદ આ સત્રમાં પણ ૧૬ ટકા ઉછાળો જોવા મળ્યો છે.