પડોશી દેશ ચીન એક અજીબ સમસ્યાનો જ સામનો કરી રહ્યો છે અને આ સમસ્યા પ્રમાણે ચીનમાં ગધેડાની વસ્તીમાં ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને એની પાછળનું સૌથી મોટું કારણ તેમની નિર્દયતાથી હત્યા કરીને તેની ચામડીનો વેપાર હોવાનું કહેવાઈ રહ્યું છે. ચીનમાં ગધેડાની વસ્તીમાં જે ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે એનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે છેલ્લાં સાત વર્ષમાં તેમની સંખ્યા 8 લાખથી ઘટીને 4 લાખ જેટલી થઈ ગઈ છે.
ચીનમાં મોટાભાગના ગધેડા તુર્કાના કાઉન્ટીમાં પાળવામાં આવે છે. મોટાભાગના માર્યા ગયેલા ગધેડાઓ પણ અહીંના જ હોય છે. ગધેડા રાખનારાઓનું એવું કહેવું છે કે, જાનવરની ચામડી વેચવા માટે પહેલા તેમની ચોરી કરાવવામાં આવે છે અને તેમને નિર્દયતાથી મારીને તેમની ચામડીનો વેપાર કરવામાં આવે છે. ચીનની બજારમાં ગધેડાની ચામડીની ભારે માંગ રહે છે, કારણ કે તેનો ઉપયોગ પરંપરાગત દવાઓમાં કરવામાં આવે છે.
કાઉન્ટીના પ્રાણી વિભાગના સત્તાવાર આંકડાઓ પરથી એવું સ્પષ્ટ થાય છે કે તુર્કાના, દેશની 30 ટકા ગધેડાની વસ્તીનું ઘર છે, ત્યાં પ્રાણીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. 2016માં જ્યાં તેમની સંખ્યા 8 લાખ હતી, હાલમાં આ સંખ્યા ઘટીને 4 લાખ થઈ ગઈ છે.
કેન્યાના એસોસિએશન ઓફ કેનો ઓનર્સ તુર્કાના ચેપ્ટરના અધ્યક્ષ આલ્બર્ટ નાયડા કહે છે કે ગધેડાઓને ચોરી કરવા અને મારવા માટે ડાકુઓની એક જાતિ છે. જેઓ પહેલા તેમની ચોરી કરે છે અને તેમનું ગળું કાપી નાખે છે અને ગરદનની નીચેની ચામડી કાઢી લે છે અને બાકીનાને ગીધ અને હાયના ખાવા માટે છોડી દે છે. આલ્બર્ટના કહેવા પ્રમાણે, આની પાછળ એક આખું સિન્ડિકેટ કામ કરે છે, જે શહેરની બહાર આવેલા કતલખાનાઓને સ્કીન સપ્લાય કરે છે.
આ કત્લે આમને રોકવા માટે સરકાર દ્વારા અનેક કતલખાનાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે અને તેને બંધ કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. કતલખાનામાં બાંધવામાં આવેલા વેરહાઉસમાં ગધેડાની ચામડી એકત્ર કરવામાં આવે છે અને પછીથી કાઉન્ટીની બહાર લઈ જવામાં આવે છે. ગધેડા ચોરવાનું કામ રાત્રે જ્યારે બધા લોકો ઊંઘતા હોય ત્યારે કરવામાં આવે છે.