(પ્રતિનિધિ દ્વારા)
મુંબઈ: થાણે અજોડ કેમ છે? ઘર ખરીદવા ઈચ્છુક લોકોના બજેટ અનુસાર પ્રોપર્ટી થાણેમાં ઉપલબ્ધ છે. થાણે પર કુદરતની મહેર છે. અહીંની ધરતી લીલીછમ અને સંખ્યાબંધ તળાવો શહેરના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવતા આ શહેરમાં ઉમદા લાઈફસ્ટાઈલથી જીવી શકાય છે. અહીંનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સતત વિકસી રહ્યું છે. ઘર ખરીદવાની ઈચ્છા ધરાવનારા તમામ માટે અહીં વિવિધ પ્રકારના રહેણાક ધરાવતા પ્રોજેક્ટસ ઉપલબ્ધ છે. સાંસ્કૃતિક કાર્યક્રમોથી ધબકતા થાણે શહેરમાં તમારા પરિવાર માટે જરૂરી શૈક્ષણિક સંસ્થાનો, હૉસ્પિટલો, રિટેલ બજાર, સિનેમા થિયેટર ઉપલબ્ધ છે. તમારા સ્વપ્નના ઘરને વાસ્તવિક બનાવવા થાણે વેસ્ટના રેમન્ડ ગ્રાઉન્ડમાં ત્રીજી ફેબ્રુઆરીથી છઠ્ઠી ફેબ્રુઆરી દરમ્યાન ૨૦મા પ્રોપર્ટી ઍન્ડ હોમ ફાઈનાન્સ એક્સ્પોની મુલાકાત જરૂરથી લેવી જોઈએ. પ્રોપર્ટી ૨૦૨૩ થાણેમાં વિવિધ કદ અને બજેટમાં ઘર ખરીદીના સંખ્યાબંધ વિકલ્પ ઉપલબ્ધ છે.
ક્રેડાઈ-એમસીએચઆઈ થાણે હંમેશાં શહેરના સામાજિક તાણાવાણાનો હિસ્સો રહ્યું છે. રિયલ એસ્ટેટ ડેવેલોપર્સના એસોસિયેશન ક્રેડાઈ-એમસીએચઆઈ થાણે શહેરના વિકાસના ભાગરૂપે સક્રિય રહ્યું છે. ઘર વેચાણ ઉપરાંત એસોસિયેશન હંમેશાં સત્તાવાળાઓની સાથે તમામ પ્રકારની પરિસ્થિતિમાં જવાબદારી લેવા તૈયારી દર્શાવી છે.
થાણેને ઉત્તમ શહેર બનાવવા રાજ્ય સરકાર અને ટીએમસી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. થાણેને બહેતર શહેર બનાવવાની સંયુક્ત જવાબદારી તમામ હિતધારકોની છે જેમણે એક સાથે મળીને શહેરના વિકાસમાં ભૂમિકા ભજવવી જોઈએ. ઘર ખરીદી કરવા ઈચ્છુકોમાંથી જે યુવાન છે તેમને અગાઉની સરખામણીમાં જુદા પ્રકારના ઘરની આકાંક્ષા હોય છે. યુવાનોને ફ્લેક્સિબલ હોમ સ્પેસની અથવા વર્ક ફ્રોમ હોમ માટે અથવા ઈ-સ્ટડી માટે વધારાના રૂમની આવશ્યકતા હોય છે. આવો ૨૦મા પ્રોપર્ટી ઍન્ડ હોમ ફાયનાન્સ એક્સ્પો અને તમારા સ્વપ્નના ઘરની ખરીદી કરવાની તક મેળવો.