મલ્ટિપ્લેક્સમાં પોપકોર્ન આટલી મોંઘી કેમ છે? જાણો કારણ….

આમચી મુંબઈ દેશ વિદેશ સ્પેશિયલ ફિચર્સ

જ્યારે લોકો તેમના પરિવાર અને મિત્રો સાથે મૂવી જોવા માટે સિનેમા હોલમાં જાય છે, ત્યારે તેઓ ત્યાં મળતા પોપકોર્ન, પીણાં અને અન્ય નાસ્તા પણ ખરીદે છે અને ખાય છે. પીવીઆર અને અન્ય મલ્ટિપ્લેક્સ સિનેમાઘરોમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થોની ભારે કિંમત અંગે સમયાંતરે વિવાદ થાય છે.
જોકે, ફિલ્મ જોવા જઇએ અને પોપકોર્ન કે નાસ્તો, પીણા ના લઇએ એવું કેવી રીતે બની શકે? પણ આ માટે આપણે ઘણો ખર્ચ કરવો પડે છે. અને હવે ધીમે-ધીમે મૂવી ટિકિટો અને ખાવા-પીવાની વસ્તુઓની કિંમતો પણ વધી રહી છે. આવી સ્થિતિમાં ગ્રાહક નારાજ થાય તે સ્વાભાવિક છે.
મલ્ટિપ્લેક્સમાં પોપકોર્ન અને ખાણીપીણીના મોંઘા ભાવ અંગે PVRના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જણાવે છે કે મલ્ટિપ્લેક્સમાં ખાણીપીણીની કિંમતોમાં કોઈ ફેરફાર થશે નહીં .ઓપરેશનલ કોસ્ટને પહોંચી વળવા મલ્ટિપ્લેક્સમાં નાસ્તા ઊંચા ભાવે વેચવામાં આવે છે. મલ્ટિપ્લેક્સમાં વધુ સ્ક્રીનની હાજરીને કારણે બહુવિધ પ્રોજેક્શન રૂમ અને સાઉન્ડ સિસ્ટમની જરૂરિયાત રહે છે. મલ્ટિપ્લેક્સમાં એર કંડિશનર પણ જરૂરી છે અને તેના પર ખર્ચ પણ વધારે છે. આને કારણે મલ્ટિપ્લેક્સમાં પોપકોર્ન, પીણાં અને અન્ય નાસ્તાનો ભાવ વધારે હોય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.