Homeદેશ વિદેશપેટીએમનો શેર કેમ પટકાઇ રહ્યો છે? કેમ થઇ રહ્યું છે જોરદાર ધોવાણ

પેટીએમનો શેર કેમ પટકાઇ રહ્યો છે? કેમ થઇ રહ્યું છે જોરદાર ધોવાણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: શેરબજારમાં ભારે અફડાતફડી વચ્ચે કેટલાક શેરોમાં જોરદાર ધોવાણ પણ ચાલી રહ્યું છે. જોકે આ સૌમાં પેટીએમ તરફ સૌનું ધ્યાન ખેંચાઇ રહ્યું છે, કારણ કે આ શેરે તેના આઇપીઓ દરમિયાન ખૂબ આકર્ષણ જમાવ્યું હતું. ગુરુવારે સવારના સત્રમાં જ આ શેરમાં દસેક ટકાનો મોટો કડાકો બોલી જવાથી રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો.
બીએસઇ પર નબળી શરૂઆત બાદ આ શેર ૧૦ ટકા તૂટીને રૂ. ૫૪૧.૩૦ બોલાયો હતો અને એનએસઇ પર ૯.૯૮ ટકા ગબડીને રૂ. ૫૪૧.૪૦ બોલાયો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે બીએસઇ પર તેના શેરમાં ૧૦.૭૬ ટકાનો કડાકો છે અને તે રૂ. ૫૩૬.૮૦ બોલાઇ રહ્યો છે.
બજારની ચર્ચા અનુસાર આની પાછળનું કારણ એ છે કે, સોફ્ટ બેન્કે, વન ૯૭ કોમ્યુનિકેશન્સમાંથી બ્લોક ડીલ અંતર્ગત પોતાનો ૪.૫ ટકા હિસ્સો વેચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સ્ટેકનું મૂલ્ય અંદાજે ૨૦ કરોડ ડોલર અથવા તો રૂ. ૧૬૨૭ કરોડ જેટલું થાય છે.
પેટીએમનો ઇન્વેસ્ટર્સ માટેનો શેર ટ્રેડિંગ માટેનો લોકઇન પિરિયડ પૂરો થતાં જ આ ઘટના બની છે. સોફટ બેન્ક કંપનીમાં ૧૭.૫ ટકા હિસ્સા સાથે બીજી સૌથી મોટી સ્ટેક હોલ્ડર છે.

RELATED ARTICLES

Most Popular