Homeઆમચી મુંબઈકોને ટ્વીટર પર પોતાને ફોલો કરવાની સલાહ આપી ફડણવીસે?

કોને ટ્વીટર પર પોતાને ફોલો કરવાની સલાહ આપી ફડણવીસે?

નાગપુરઃ વિધાનસભાના શિયાળુ સત્રમાં આરોપ અને પ્રતિઆરોપોને કારણે ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિરોધી પક્ષના નેતા આ દરમિયાન અજિત પવારે અનેક બાબતો પર ચર્ચા કરી કોણ મુખ્ય પ્રધાન થયા કેટલા થયા વગેરે વગેરે… પણ મને એક વાતનું દુઃખ છે કે કે તમારી પાસે મુખ્ય પ્રધાન બનવાની તક હતી તેમ છતાં શરદ પવારે તમને મુખ્ય પ્રધાન નહીં બનાવ્યા. 2004માં તમારા કરાર પ્રમાણે જેના વધારે વિધાનસભ્યો એનો મુખ્ય પ્રધાન. આવું હોવા છતાં શરદ પવારે તમને મુખ્ય પ્રધાન નહીં બનવા દીધા અને મને આ વાતનું દુઃખ છે, એવું નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વધુમાં જણાવ્યું હતું.
એટલું જ નહીં પણ ફડણવીસે તો અજિત પવારને તેમને ટ્વીટર ફોલો કરવાની સલાહ સુધ્ધાં આપી હતી અને એ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે દાદા ખેડૂતોની વીજળી કાપનો જીઆર કઈ રીતે નહીં મળ્યો. મેં ટ્વીટ કર્યુ. ફેસબુક પર પોસ્ટ કર્યું, બધાને મોકલાવી પણ દાદા તમને એ ખ્યાલ નથી એટલે હવેથી તમે મને ટ્વીટર પર ફોલો કરવાનું શરુ કરી દો.
વિદર્ભમાં બેંકો બંધ પડી રહી હોવાનો આક્ષેપ પણ અજિત પવાર દ્વારા કરવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતા ફડણવીસે જણાવ્યું કે દાદા બેંકો બંધ પડી હોવાનો આક્ષેપ તમે કરો છો, પણ બંધ પડેલી બેંકો તમારા હાથમાં હતી. આ બેંકોએ ખૂબ કૌભાંડ કર્યા. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તેનું આ પણ એક કારણ છે. કોઈ પણ બેંક ખેડૂતોના સીબીલનો મુદ્દો ઉપસ્થિત કરશે તો તેના પર કાર્યાવાહી કરવામાં આવશે એવું પણ ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular