Homeઆમચી મુંબઈશ્રદ્ધા મર્ડર કેસઃ સનકી આશિક આફતાબે સળગાવી નાંખ્યા હતાં પ્રાઈવેટ પાર્ટ્સ!

શ્રદ્ધા મર્ડર કેસઃ સનકી આશિક આફતાબે સળગાવી નાંખ્યા હતાં પ્રાઈવેટ પાર્ટ્સ!

શ્રદ્ધા મર્ડર કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તાજેતરમાં મળી રહેલી જાણકારી અનુસાર ક્રૂરતાની હદ પાર કરનારો શ્રદ્ધાનો પ્રેમી આફતાબ આમીન પુનાવાલાએ પોલીસની નજરોથી બચવાની ઘણી કોશિશો કરી, પરંતુ તમામ કોશિશો ફેલ ગઈ. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, આવેશમાં આવીને આફતાબે તેની પ્રેમિકાની નિર્મમ હત્યા કરતાં વધુ સમય લાગ્યો નહોતો. તેને પોતાની જાતને બચાવવા અને પ્રેમિકાના મૃતદેહને ઠેકાણે પાડવામાં સમય લાગ્યો હતો. આરોપી દ્વારા આપવામાં આવેલા નિવેદનોની પણ તપાસ થશે. આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ પોતાને બચાવવાની લાખો કોશિશો કરી હતી, આ માટે તેણે ઘણી તૈયારીઓ કરી હતી. તેણે ઘણા દિવસો સુધી શ્રદ્ધાના મૃતદેહને ઘરની અંદર જ રાખ્યો. મૃતદેહને ઠેકાણે પાડવા સફળ ફોર્મ્યૂલા પણ શોધી લીધો અને તેના ટુકડા કરીને ફેંકી પણ આવ્યો.

જોકે, તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે આરોપીએ પ્રેમિકાના પ્રાઈવેટ પાર્ટ્સ અને ચહેરાને સળગાવી નાંખ્યા હતાં, જેથી પોલીસને આ બોડી પાર્ટ્સ મળે તો પણ ઓળખી ન શકે કે તે સ્ત્રીના છે કે પુરુષના. આ માટે આરોપીએ એક સ્પેશિયલ ટોર્ચ ખરીદી હતી, જેની મદદથી તેણે શ્રદ્ધાનો ચહેરો અને તેના પ્રાઈવેટ પાર્ટ્સ સળગાવી નાંખ્યા હતાં.

RELATED ARTICLES

Most Popular