નવી દિલ્હીઃ રામ નવમીના પાવન પર્વએ આજે દેશમાં અનેક જગ્યાએ રમખાણો અને આગ લાગવાના બનાવથી તંગ માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ કેટલીક દુ:ખદ ઘટનાઓના સમાચાર વચ્ચે ફરી એક વાર પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ કોઈ પણ પક્ષનું નામ લીધા વિના કહ્યું હતું કે પરોક્ષ રીતે રામ નવમીની શોભા યાત્રા નિમિત્તે હિંદુઓને ચેતવ્યા હતા. મમતા બેનરજીએ કહ્યું હતું કે કેટલાંક લોકોએ રામ નવમીના દિવસે સશસ્ત્ર રેલી કાઢવાનું એલાન કર્યું હતું. હું આ રેલીને રોકીશ નહીં પણ હા જો શસ્ત્રો દેખાશે તો તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રમઝાન મહિનો ચાલી રહ્યો છે, તેથી આ મહિનામાં કોઇ ખોટું કામ ન થવું જોઇએ.
જો એવો પ્રયત્ન કોઇ કરશો તો એમને છોડવામાં નહીં આવે. તોફાન કરવાનો કોઇને અધિકાર નથી. બીજી બાજુ ભાજપ દ્વારા રામ નવમીના દિવસે મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને ભાજપના નેતા સુબેંદ્રુએ કહ્યું હતું કે ગુરુવારે એક કરોડ રામ ભક્તો પશ્ચિમ બંગાળના રસ્તા પર ઉતરશે. મમતા બેનરજીની ટીકા કરતા કહ્યું હતું કે ભાજપે તેમને હિન્દુ વિરોધી હોવાનું જણાવી જવાબી હુમલો કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું હતું કે મમતા બેનરજીનો હિન્દુ પ્રેમ એક દેખાડો છે. તેઓ એક બાજુ ભાજપના અધ્યક્ષને ગંગા આરતી કરતા રોકે છે તો બીજી બાજુ પોતે ગંગા આરતી કરવાનો ડોળ કરે છે. ઇદની બે દિવસની રજાની જાહેરાત અંગે પણ તેમના પર ટીકા કરવામાં આવી હતી કે તેઓ ઇદની રજા આપે છે પણ રામ નવમીની રજા તેમને માન્ય નથી. મમતા બેનરજીના ભાષણ બાદ તેમને રમઝાનની ચિંતા છે પણ રામનવમી તેમના માટે મહત્વનું નથી માટે તેઓ હિન્દુ વિરોધી છે એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે.