મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જળગાંવની મુલાકાતને આખરે રદ્દ કરવામાં આવી છે. મહાકુંભમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને યોગગુરુ રામદેવ બાબા સામેલ થશે. મુખ્ય પ્રધાન કચેરી (સીએમઓ) તરફથી જણાવવામાં આવ્યું હતું કે સરકારી વિમાનમાં ટેક્નિકલ ખામીને કારણે જવાનું રદ્દ કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે સાથે જળગાંવસ્થિત મહાકુંભના સમાપન કાર્યક્રમમાં જવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ જવાનું રદ્દ કરવાને કારણે હવે તેઓ વીડિયો કોન્ફરન્સ મારફત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.અખિલ ભારતીય હિન્દુ ગોરબંજારા અને લબાના નાયકડા સમાજ વતીથી જળગાંવ જિલ્લામાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાકુંભના સમાપન કાર્યક્રમમાં હાજર રહેવા માટે મહારાષ્ટ્રમાંથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને સંજય રાઠોડ વગેરે વિમાન મારફત જળગાંવ માટે રવાના થવાના હતા, પરંતુ વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. કહેવાય છે કે આ કાર્યક્રમનું વધારે મહત્ત્વ હતું. મુંબઈથી જળગાંવનું અંતર બાય રોડ જવામાં વધારે વિલંબ થાય, તેથી વિમાન મારફત કાર્યક્રમમાં જવાનું નક્કી કર્યું હતું. વિમાનમાં ખરાબી સર્જાવવાને કારણે તેમાં તાત્કાલિક મરમ્મત કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ અડધો કલાક સુધી તેમાં કોઈ ફેરફાર નહીં થવાને કારણે જળગાંવનો પ્રવાસ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ મહિનામાં બીજી વખત મુખ્ય પ્રધાનના સરકારી વિમાનમાં ટેક્નિકલ ખરાબી સર્જાઈ છે.એના અગાઉ પાંચમી જાન્યુઆરી પણ વિમાનમાં ખરાબી સર્જાઈ હતી. એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે પુણે જવાના હતા, પરંતુ પ્લેનમાં ખરાબી સર્જાવવાને કારણે શિંદે અને ફડણવીસને એરપોર્ટના વીઆઈપી વેટિંગ રુમમાં રાહ જોવાની નોબત આવી હતી. વિમાનમાં ખરાબીને કારણે અડધો કલાક સુધી રાહ જોવી પડી હતી, પરિણામે મુખ્ય પ્રધાને ઔરંગાબાદનો પ્રવાસ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો, કારણ કે તેની મરમ્મતની કામગીરીમાં સમય લાગવાનો હતો, ત્યારબાદ મુખ્ય પ્રધાન થાણે જવા રવાના થયા હતા, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કારથી પુણે ગયા હતા.
છેલ્લી ઘડીએ એકનાથ શિંદે અને ફડણવીસે જળગાંવ જવાનું કેમ રદ્દ કર્યું?
RELATED ARTICLES