બોલીવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા અને ઓલ રાઉન્ડર ક્રિકેટર વિરાટ કોહલી તેમની પર્સનલ અને સોશિયલ લાઈફને લઈ અવારનવાર સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા હોય છે ત્યારે તાજેતરમાં ઉત્તરાખંડના ઋષિકેશ પહોંચીને ફરી સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યા છે.
હાડ થિજવતી ઠંડીમાં વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા ઠંડીની મોજ કરતી જોવા મળી હતી. ઉત્તર ભારતમાં અત્યારે જોરદાર ઠંડી પડી રહી છે, જેમાં ખાસ કરીને પહાડી વિસ્તારોમાં જોરદાર બરફ વરસાદને કારણે મોટાભાગના શહેરો-ગામના રસ્તા, ખેતરો જાણે બરફની ચાદરમાં પલટાયા છે, ત્યારે એ જન્નતનો સાક્ષાત્કર કરતા હોય તેમ આ દંપતી ઋષિકેશમાં દયાનંદ ગિરી આશ્રમ પહોંચ્યું છે, જેમાં અનુષ્કા સવારના એક ટી શર્ટમાં સાધના કરતી જોવા મળી છે અને તેનો વીડિયો પણ શેર કર્યો છે. જોકે, તેમના આ ફોટોગ્રાફને લઈ હજારો લોકોએ કૌતુક વ્યક્ત કર્યું છે, જ્યારે લાખો લોકોએ તેને લાઈક પણ કરી છે. અલબત્ત, સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે આટલી બધી ઠંડી વચ્ચે પણ સવારે અનુષ્કા સાધના કરતી જોવા મળી હતી. અલબત્ત, ઈન્સ્ટાગ્રામ પર અનુષ્કાએ ફોટો શેર કર્યો છે, જેમાં તેને ફક્ત એક ટી-શર્ટ પહેરી છે. ગંગા નદીમાં પલાઠી વાળીને સાધના કરતી જોવા મળી છે. અને અનુષ્કાએ લખ્યું છે કાન્ટ યુ સી, ઈટ્સ ઓલ પર્ફેક્ટ.
કહેવાય છે કે ઓસ્ટ્રેલિયાની સિરીઝ પૂર્વે વિરાટ ઋષિકેશના દયાનંદગિરી આશ્ર્મમાં પહોંચ્યા છે અને તેમના સાનિધ્યમાં ગંગા નદીના કિનારે તપ કરીને સકારાત્મક ઊર્જા ગ્રહણ કરવા ઈચ્છે છે. અનુષ્કા અને વિરાટની દીકરી વામિકા પણ સાથે પહોંચ્યા છે.