તમિલનાડુ સ્થિત મદુરાઈ એરપોર્ટના સુરક્ષા કર્મચારીઓએ મારા માતાપિતાને પરેશાન કરવામાં કંઈ બાકી નહીં રાખ્યું હોવાનો અભિનેતા સિદ્ધાર્થે આરોપ કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર તેની ફરિયાદ કરતા તેને લખ્યું હતું કે એરપોર્ટના સુરક્ષા કર્માચારીએ મારા માતાપિતાને પરેશાન કરી નાખ્યા હતા. તેમની બેગમાંથી રીતસર સિક્કા કાઢવા જણાવ્યું હતું. એટલું જ નહીં, તેમની સાથે વારંવાર હિન્દીમાં વાત કરી હતી અને તેને અનુરોધ કરવા છતાં અંગ્રેજીમાં વાત કરવાનો પણ ઈનકાર કરી દીધો હતો. એરપોર્ટના સુરક્ષા કર્મચારી પર આરોપ મૂકતા તેણે કહ્યું હતું કે મારા માતાપિતાએ તેનો વિરોધ કર્યા પછી સુરક્ષા કર્મચારીઓએ કહ્યું હતું કે ભારતમાં તો આવું જ થાય છે.
ઉલ્લેખનીય છે કે મદુરાઈ એરપોર્ટ પર સુરક્ષા સંબંધિત કામગીરી સીઆઈએસએફ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. જોકે, અભિનેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામની સ્ટોરીમાં સીઆરપીએફ એટલે કેન્દ્રીય રિર્ઝવ પોલીસ ફોર્સ પર આરોપ મૂક્યા હતા. કહેવાય છે કે સિદ્ધાર્થે છેલ્લા 20 વર્ષની ફિલ્મ કેરિયરમાં અનેક તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે.
અભિનેતા સિદ્ધાર્થ એરપોર્ટના સુરક્ષા કર્મચારી પર શા માટે ગુસ્સે ભરાયો?
RELATED ARTICLES