Homeઆપણું ગુજરાતગુજરાત સરકારના રંગોત્સવમાં કોંગ્રેસ કેમ ન જોડાઈ...

ગુજરાત સરકારના રંગોત્સવમાં કોંગ્રેસ કેમ ન જોડાઈ…

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલે છે ત્યારે વિધાનસભ્યો માટે ખાસ હોળીના રંગોથી રમવાનું આયોજન ગુજરાતની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ આમાં કોંગ્રેસ જોડાઈ ન હતી. આનું કારણ છે ખેડૂતો. ગુજરાતમાં ઠેર ઠેર થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ નુકસાન ભરપાઈ બદલ સરકારની મદદ ખૂબ જ મામૂલી છે. ઠેર ઠેર વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં મહિનાઓથી ઉભા કરેલા પાક કે લણેલા પાકના ઢગલા ધૂળમાં મળી ગયા હોય. એક બે વીડિયોમાં ખેડૂત અને ખેડૂત પત્ની રડતા પણ નજરે ચડે છે. આથી કોંગેસે હોળીનો તહેવાર ન ઉજવવાની જાહેરાત કરી છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું છે કે ગુજરાતમાં કમોસમી વરસાદ – માવઠું થવાના કારણે ખેડૂતો ખૂબ મોટા આર્થિક નુકશાનનો ભોગ બન્યા છે.

આજે ખેડૂતો ચોધાર આંસુએ રડી રહ્યાં છે. એક બાજુ પહેલેથી જ આર્થિક બોજો ખૂબ હતો, ખેડૂતોને ઉત્પાદનના ભાવ નહોતા મળતા, ડુંગળી ૫૦ પૈસે કિલો વેચવી પડે, બટાકા ૨ રૂપિયે કિલો વેચવા પડે, લસણ ૧ રૂપિયે કિલો વેચવું પડે એવી હાલત જ્યારે ખેડૂતોની હોય અને ઉપરથી કુદરતનો માર – માવઠું થયું હોય ત્યારે સરકારે મદદ કરવા આગળ આવવાનું હોય, તેમના દુઃખમાં સહભાગી થવાનું હોય એની બદલે આજે પેકેજ જાહેર કર્યું પણ કિલો એ ૧ રૂપિયાની મદદ, કિલોએ ૨ રૂપિયાની મદદની જાહેરાત થઈ છે જે નહીં બરાબર છે.

આવા સંજોગોમાં પ્રજાની – ખેડૂતોની અપેક્ષા છે કે સરકાર અમારી વહારે આવે અને પ્રજાના ટેક્સના પરસેવાના જે પૈસા છે તે લોકો માટે વપરાય, નહિ કે ઉત્સવો અને તાયફાઓ પાછળ. આજે હોળી ઉત્સવ કરીને પ્રજાના ઓટેક્સના પરસેવાના પૈસાની બરબાદી થાય તેમાં કોંગ્રેસ પક્ષ ક્યારેય સહમત હોઈ ન શકે અને એટલાં જ માટે સરકાર દ્વારા આજે ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કોંગ્રેસ પક્ષ સહભાગી નહિ બને. તેમણે સરકારને સલાહ આપી હતી કે એક તરફ પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી હોય, યુવાનો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા હોય, ખેડૂતો ચોધાર આંસુએ રડી રહ્યા હોય ત્યારે સરકારે પ્રજાના પૈસાનો સદુપયોગ થાય, પૂરેપૂરા પૈસા લોકો માટે, ગુજરાત માટે, ગુજરાતીઓ માટે ખર્ચ થાય, ઉત્સવો પાછળ ન ખર્ચાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એટલે જ કોંગેસ સરકાર આયોજિત હોળી ઉત્સવમાં સહભાગી નહિ થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular