ક્રિકેટની ઓરિજનલ ફોર્મેટ એટલે કે ધીમે ધીમે ટેસ્ટ ક્રિકેટમાં લોકોનો રસ ઓછો થઈ રહ્યો છે અને એનું કારણ શોર્ટ ફોર્મેટ ક્રિકેટ (T-20)ની વધતી જતી લોકપ્રિયતા છે અને તેના માટે ICC જવાબદાર છે, એવું ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકસે તાજેતરમાં આઈસીસી પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
પાકિસ્તાન પ્રવાસ પરની ઇંગ્લેન્ડની ટીમે 3-0થી જીત મેળવી હતી અને શ્રેણીમાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્ટોક્સે કહ્યું હતું કે આ ટેસ્ટ મેચમાં જે પ્રકારે ધ્યાન આપવાનું હતું એ પ્રકારે આપ્યું નહોતું. આ વન-ડે શ્રેણીનું કોઈ મહત્વ ન હતું તો શું ત્રણ મેચની શ્રેણીનું આયોજન કરવું સમજદારીપૂર્વકનું હતું?
સ્ટોક્સે કહ્યું હતું કે હાલમાં ટેસ્ટ ક્રિકેટને લઈને જે પ્રકારની વાતો થઈ રહી છે તે મને પસંદ નથી. ક્રિકેટ ચાહકો ટેસ્ટને બદલે નવી ફોર્મેટ અને ફ્રેન્ચાઈઝી આધારિત સ્પર્ધાને પસંદ કરી રહ્યા છે. આપણે બધા સમજીએ છીએ કે મર્યાદિત ઓવરની ફોર્મેટ ખેલાડીઓને ઘણી બધી તકો આપે છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ રમત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ટેસ્ટ મેચ રમનારી ઈન્ટરનેશનલ ટીમોએ આક્રમક ક્રિકેટ રમવા માટે ઈંગ્લેન્ડના પગલે ચાલવું જોઈએ. એટલું જ નહીં, પાંચ દિવસીય ફોર્મેટને લોકપ્રિય બનાવવા માટે ‘પરિણામો’ કરતાં ‘મનોરંજન’ની વધુ જરૂર છે, એવો સ્ટોકસે ખાસ આગ્રહ રાખ્યો હતો. સ્ટોક્સે ICCને ટેસ્ટ ક્રિકેટને લોકપ્રિય બનાવવા માટે કંઈક અલગ કરવાની સલાહ આપી હતી. મને ટેસ્ટ ક્રિકેટ રમવાનું પસંદ છે અને હું માનું છું કે આ મામલે કંઈક અલગ કરી શકીએ છીએ. અહીં એ વાત કહેવાની કે જ્યારથી સ્ટોક્સે ઈંગ્લેન્ડની ટેસ્ટની કેપ્ટનશિપ સંભાળી છે ત્યારથી ટીમનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું છે અને સ્ટોક્સે તેની કેપ્ટનશિપમાં ઈંગ્લેન્ડે દસમાંથી નવ ટેસ્ટ મેચ જીતી છે.
આઈસીસી પર બેન સ્ટોકસ શા માટે ભડક્યો?
RELATED ARTICLES