તમિલનાડુમાંથી મોટી સંખ્યામાં મગરમચ્છ ગુજરાત લાવવામાં આવી રહ્યા છે. તામીલનાડુના મગર સંવર્ધન કેન્દ્રમાંથી 1000 મગરોને 1,931 કિલોમીટર દૂર જામનગરના પ્રાણી સંગ્રહાલયમાં મોકલવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે.
ગયા વર્ષે ભારતના ઝૂ રેગ્યુલેટરે તમિલનાડુમાં આવેલા મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટમાંથી 1,000 મગરોને ગુજરાતના જામનગરમાં આવેલા રીલાયન્સ ગ્રુપના ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી. આ અંતર્ગત અત્યાર સુધીમાં 300 જેટલા મગરોને જામનગર મોકલવામાં આવ્યા છે. બાકીના મગરોને ટૂંક સમયમાં અહિયા લાવવામાં આવશે.
ચેન્નાઈમાં આવેલ મદ્રાસ ક્રોકોડાઈલ બેંક ટ્રસ્ટ 8.5 એકરમાં ફેલાયેલું છે. એક અહેવાલ મુજબ, કેન્દ્રના અધિકારીઓનું કહેવું છે કે મગરોને એટલા માટે ગુજરાત મોકલવામાં આવી રહ્યા છે કારણ કે અહીં તેમની વસ્તી વધી ગઈ છે. તેમના મૂળ નિવાસમાં વધુ ભીડ થઇ જવાને કારણે મગરોની વચ્ચે ઝઘડા થઇ રહ્યા છે.
મદ્રાસ ક્રોકોડાઈલ બેંકમાં મગરોની વસ્તી ઝડપથી વધી રહી છે. આ કારણે તેમને અહીં રાખવા મુશ્કેલ સાબિત થઈ રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અહિયાં વધુ ભીડને કારણે દર વર્ષે મગરના સેંકડો ઈંડા નાશ પામે છે. મગરોને અહીંથી ગુજરાત મોકલવાનો નિર્ણય તેમને રહેવા માટે સારી જગ્યા મળે એટલા માટે લેવામાં આવ્યો હતો.
ગુજરાતના જામનગર શહેરમાં આવેલ પ્રાણી સંગ્રહાલય 425 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ પ્રાણી સંગ્રહાલયે તેના તાજેતરના વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે અહીં આવતા મગરોને રહેવા માટે પૂરતી જગ્યા મળશે. ખોરાક અને સંભાળમાં પણ પુરતું ધ્યાન અપાશે.
સંરક્ષણવાદીઓએ આ પ્રકારે મગરના સ્થાનાંતરણ અંગે શંકા વ્યક્ત કરી છે. વન્યજીવન જીવવિજ્ઞાનીના મત મુજબ મગરોને તેમના નવા રહેણાંકમાં બંધ જગ્યામાં રાખવામાં આવશે. મગર માટે નસબંધી કરવાની કોઈ પદ્ધતિ નથી અને નર અને માદા મગરોને લાંબા સમય સુધી અલગ-અલગ પાંજરામાં રાખી શકાતા નથી કારણ કે તે ઝઘડા તરફ દોરી જાય છે.
1000 મગરોને તમિલનાડુથી ગુજરાતમાં કેમ મોકલવામાં આવી રહ્યા છે?
RELATED ARTICLES