કિસ, ચુંબન, પપ્પી, ચુમ્મા…. નામ એક પણ અભિવ્યક્તિ એક જ અને એ એટલે પ્રેમ. પાર્ટનરને તમે એને ખૂબ પ્રેમ કરો છો અને એ તમારી ખૂબ જ નજીક છે એ વાતનો અહેસાસ કરાવવાનો સૌથી સરળ રસ્તો છે કિસ કરવું… પરંતુ ક્યારેય તમે કિસ કરતી વખતે એક વાત નોટિસ કરી છે કે કિસ કરતા સમયે ઘણી વખત આંખો બંધ થઈ જાય છે?
રિયલ લાઈફ સિવાય રીલ લાઈફ એટલે કે ફિલ્મોમાં પણ અનેક વખત એવું દર્શાવવામાં આવે છે કે કિસિંગ સીન દરમિયાન બતાવવામાં આવે છે કે એક્ટર્સ પોતાની આંખો બંધ કરી દે છે. આવું થાય છે એ તો ખ્યાલ છે, પણ આવું શું કામ થાય છે, તેની પાછળનું કારણ શું છે એના વિશે ક્યારેય વિચાર્યું છે ખરું?
આ પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે અને એના વિશે જ આજે આપણે વાત કરવાના છીએ. યુનિવર્સિટી ઓફ લંડનના રોયલ હોલોવે દ્વારા ચુંબન દરમિયાન આંખો બંધ થવા અંગે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં એવું જાણવા મળ્યું હતું કે સેન્સ ઓફ ટચને કારણે આવું થાય છે.
હવે તમને થશે કે આખરે આ સેન્સ ઓફ ટચ છે શું? તો તમારા આ સવાલનો જવાબ આપતા મનોવૈજ્ઞાનિક સેન્ડ્રા મર્ફી અને પોલી ડાલ્ટને ‘સેન્સ ઓફ ટચ’ વિશે એવું જણાવ્યું છે કે જ્યારે પાર્ટનક એકબીજાની ખૂબ વધારે નજીક આવે છે ત્યારે આ લાગણીને જાગૃત કરે છે.
આંખો બંધ કરવાની વાત પર ફોકસ કરીએ અને એની વાત કરીએ તો ચુંબન કરતી વખતે આંખો બંધ કરવાનો અર્થ એવો છે કે પાર્ટનર સંપૂર્ણપણે એકબીજામાં ડૂબી જાય છે અને આ સમય દરમિયાન અન્ય કોઈપણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની જાય છે અને તેથી આંખો બંધ થઈ જાય છે. જ્યારે, જો આંખો ખુલ્લી રહે તો ધ્યાન બહારની વસ્તુઓ તરફ ફંટાય છે અને પાર્ટનર ચુંબનની પૂર્ણતાનો અહેસાસ કરી શકતા નથી.