ડીજે-ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ પર સંપૂર્ણ પ્રતિબંધ કેમ?

આમચી મુંબઈ

બોમ્બે હાઇ કોર્ટનો રાજ્ય સરકારને અણિયાળો સવાલ

મુંબઇ: બોમ્બે હાઇ કોર્ટ ડીજે-ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ પરના સંપૂર્ણ પ્રતિબંધ અંગે રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો છે. રાજ્ય સરકારે એવી દલીલ કરી હતી કે ધ્વનિ પ્રદૂષણના નિયમોના અંતર્ગત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેજર બહાર પડાઇ છે. જોકે હાઇ કોર્ટે આવી આકરી શરતો લાદવા પાછળની ‘સત્તાના મૂળ’ અંગે સાગંધનામું નોંધાવવાનો આદેશ આપ્યો છે.
બોમ્બે હાઇ કોર્ટ બુધવારે મહારાષ્ટ્ર સરકાર પાસેથી એ જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી કે રાજ્યમાં ડીજે અને ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ પર બ્લેનકેટ બૅન લગાડવા પાછળનું કારણ શું છે.
પ્રોફેશનલ ઓડિયો એન્ડ લાઇટનિંગ એસોસિયેશન (પીએએલએ) તથા સાઉન્ડ એન્ડ લાઇટ રેન્ટલ કંપનીના માલિકોની અરજી અદાલત સાંભળી રહી હતી. અરજીમાં રાજ્યમાં ગણેશ વિસર્જન અને બીજા પ્રસંગ વખતે ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ/ડીજે સિસ્ટમ પરના પ્રતિબંધ ઉઠાવી લેવાની દાદ ચાહી હતી.
ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને અંકુશ)ના નિયમો હેઠળ આ એસઓપી બહાર પડાઇ છે એવી માહિતી રાજ્ય સરકારના વકીલે આપતાં બેન્ચે સરકારને કહ્યું હતું કે આવા આકરા પ્રતિબંધ લાદવામાં વપરાયેલો ‘સત્તાના મૂળ’ જણાય છે. અદાલતે આ અંગે આવતા અઠવાડિયા સુધી સોગંધનામું નોંધાવવા સરકારને કહ્યું હતું.
વડા ન્યાયમૂર્તિ દિપાનકર દત્તા અને ન્યાયમૂર્તિ મકરંદની ખંડપીઠે આ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરી શકાય એવી માર્ગદર્શિકા અને નિયમો બતાડવાનું સરકારને કહ્યું હતું. બેન્ચે ફરિયાદી પક્ષના વકીલને આ કેસ નેશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલ સમક્ષ કેમ નથી માંડવામાં આવ્યો એ જણાવવાનો આદેશ આપ્યો હતો. અરજદારે કહ્યું હતું કે આ ઉદ્યોગ સાથે ઓછામાં ઓછા ૨૭,૦૦૦ લોકો સંકળાયેલા છે અને તેમનું ગુજરાન આના પર અવલંબે છે.
અરજદારે એવી દલીલ કરી હતી કે જો અમે કોઇ નિયમનો ભંગ કરીએ તો પોલીસ અમારી સામે પગલાં લઇ શકે, પરંતુ આના પર પ્રતિબંધ
કેમ મૂકો છો. અરજદારે કહ્યું
હતું કે ડીજે ધ્વનિનો સ્તરવધારે
છે, એવો સરકારનો દાવો
વાહિયાત છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.