અભિનેત્રી તમન્ના ભાટિયા અને વિજય વર્માને ન્યૂ યર પાર્ટીમાં કિસ કરતા જોવા મળ્યા બાદ હવે અભિનેત્રી ભૂમિ પેડનેકરના કિસિંગ સીન વાયરલ થઇ રહ્યા છે. ભૂમિ પેડનેકર કથિત રીતે રિલેશનશિપમાં છે. તેનો પુરાવો સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શનમાં જોવા મળ્યો હતો. મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નના રિસેપ્શનસ્થળની બહાર બિલ્ડર યશ કટારિયાને કિસ કરતી જોવા મળી હતી, જેને જોઇને ચાહકો ઉન્માદમાં આવી ગયા હતા.
વેલ, ભૂમિ પેડનેકર હવે આ જ કારણોસર ચર્ચામાં છે. બારમી ફેબ્રુઆરીના મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નના રિસેપ્શનમાં, તેણે તંગ બ્લાઉઝ અને પર્લ ચોકર સાથે ગોલ્ડન કપડા પહેર્યા હતા. વેડિંગ રિસેપ્શન વેન્યુમાંથી બહાર નીકળતી વખતે તેણે પોતાની કારની અંદર એક મિસ્ટ્રી મેનને કિસ કરી હતી. મળતા અહેવાલો અનુસાર આ વ્યક્તિ બિલ્ડર યશ કટારિયા છે અને ભૂમિ કથિત રીતે તેને ડેટ કરી રહી છે.
ભૂમિ પેડનેકર કથિત રીતે રિલેશનશિપમાં છે. ભૂમિના અંગરક્ષકોએ તેણીને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હોવા છતાં તેમની આ અંગત ક્ષણને પાપારાઝીઓ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી. વીડિયોમાં તેને એક માણસ સાથે જતી જોવામાં આવે છે, જે બિલ્ડર યશ કટારિયા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ભૂમિ તેની કારની અંદર બેસે છે, ત્યારે યશ તેની પાસે પહોંચે છે અને બંને લીપલોક મોમેન્ટ શેર કરે છે. અભિનેત્રીએ હજુ સુધી તેના સંબંધોની પુષ્ટિ કરી નથી. અહેવાલો એ પણ સૂચવે છે કે ભૂમિ અને યશ સિદ-કિયારાની પાર્ટીમાં સતત સાથે હતા.
દરમિયાન ભૂમિ પેડનેકર તાજેતરમાં વિકી કૌશલ અને કિયારા અડવાણી સાથે શશાંક ખેતાન દિગ્દર્શિત ગોવિંદા નામ મેરામાં જોવા મળી હતી. આ ફિલ્મ 12 ડિસેમ્બર, 2022ના રોજ રિલીઝ થઈ હતી. તેનું નિર્માણ કરણ જોહર દ્વારા કરવામાં આવ્યું હતું અને ડિઝની+ હોટસ્ટાર પર તેનું પ્રીમિયર થયું હતું. ભૂમિએ 2015માં આયુષ્માન ખુરાનાની સામે દમ લગા કે હઈશાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે બધાઈ દો, શુભ મંગલ સાવધાન, ટોયલેટ એક પ્રેમ કથા, બાલા જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે આ વર્ષે આગામી છ ફિલ્મોમાં જોવા મળશે જેમાં આફવાહ, ભેદ, ભક્ષક, ધ લેડી કિલર અને મેરી પત્ની કા રીમેકનો સમાવેશ થાય છે.
ભૂમિ પેડનેકર આ કોને કિસ કરી રહી છે? સિદ્ધાર્થ-કિયારાના મુંબઈ રિસેપ્શનમાં બંને…
RELATED ARTICLES