Presidential Election Result: પહેલા તબક્કાની મતગણતરી પૂર્ણ, જાણો રાષ્ટ્રપતિ બનવાની રેસમાં કોણ આગળ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની મતગણતરી સવારે 11 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે એટલે કે આજે સાંજ સુધીમાં દેશને નવા રાષ્ટ્રપતિ મળી જશે. કહેવામાં આવી રહ્યું છે કે એનડીએની ઉમેદવાર દૌપદી મુર્મૂની જીત નક્કી જ છે. રાજ્યસભાના જનરલ સેક્રેટરી અને મુખ્ય ચૂંટણી અધિકારી પીસી મોદીએ જણાવ્યું હતું કે પહેલા તબક્કાની મતગણતરી પૂરી થઈ ગઈ છે અને સાંસદોએ આપેલા કુલ 748 વોટ પૈકી દ્રૌપદી મુર્મુને 540 વોટ મળ્યા છે અને યશવંત સિન્હાને 208 વોટ મળ્યા છે. 15 સાંસદના વોટ અમાન્ય કરવામાં આવ્યા છે.
હવે રાજ્યોની વિધાનસભામાં વિધાનસભ્યોએ આપેલા વોટની ગણતરી કરવામાં આવશે ત્યારબાદ બીજા ચરણનું પરિણામ જાહેર કરવામાં આવશે. બીજા તબક્કામાં 10 રાજ્યોના મતની ગણતરી ઈંગ્લિશ આલ્ફાબેટના ક્રમમાં થશે અને તે બાદ અન્ય 10 રાજ્યોના વિધાનસભ્યોની ગણતરી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.