Homeપુરુષબ્રેકઅપને કારણે માનસિક રીતે કોણ વધારે દુ:ખી થાય છે, સ્ત્રી કે પુરુષ?...

બ્રેકઅપને કારણે માનસિક રીતે કોણ વધારે દુ:ખી થાય છે, સ્ત્રી કે પુરુષ? – આ રહ્યો તેનો જવાબ

મેન્ટલ હેલ્થ-કલ્પના શાહ

‘ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.’
ભગવતીકુમાર શર્માની ગઝલની આ પંક્તિઓ હૃદયભગ્ન પ્રેમીના હૃદયની વ્યથાને વ્યક્ત કરે છે.
જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈએ જરૂર આ અનુભવ કર્યો હશે. પણ સવાલ એ છે કે દુ:ખની આ લાગણીઓથી આપણે કેટલા પ્રભાવિત થઈએ છીએ? અને દુ:ખને ભૂલીને જીવનમાં આગળ વધીએ શકીએ છીએ કે નહિ? બ્રેકઅપ પછી કોણ વધારે દુ:ખી
થાય છે? સ્વાભાવિક રીતે લાગણીશીલ ગણાતી સ્ત્રીઓ જ વધારે દુ:ખી થતી હોય તેવું આપણે માનીએ. પુરુષો લાગણીની બાબતમાં જરા વધુ કઠોર ગણાતા હોય
છે. પરંતુ એક અભ્યાસ કંઈક જુંદુ જ
જણાવે છે.
એક વિદેશી યુનિવર્સિટી દ્વારા થયેલા અભ્યાસમાં જણાયું કે બ્રેકઅપ પછી તરત, પુરુષોએ પોતાની મેન્ટલ હેલ્થનો સૌથી વધુ ખ્યાલ રાખવાની જરૂર હોય છે. તેમ ન કરવાથી તેઓ એન્ક્ઝાઈટી અથવા ડિપ્રેશનનો શિકાર બની શકે છે.
બ્રેકઅપ પછી તરત માનિસક બીમારીથી ગ્રસ્ત થવાનું રિસ્ક પુરુષોમાં હોય છે. આ સમય સૌથી વધુ જોખમી હોય છે, તેવું એક સંશોધનમાં નોંધાયું છે.
આ છે સ્ટડી
આ અભ્યાસ કેનેડા રિસર્ચ ચેરના ડૉ. જૉન ઓલિફફે દ્વારા કરાયો છે. આ સ્ટડી સોશિયલ સાયન્સ એન્ડ મેડિસિન- ક્વોન્ટિટેટિવ રિસર્ચ ઈન હેલ્થમાં છપાયો
છે. તેમાં એવું મનાયું છે કે આ દરમ્યાન
પુરુષ ગુસ્સો, શરમ જેવા ઈમોશન્સ
અનુભવે છે.
ડિપ્રેશન છે તેવું આ રીતે પડશે ખબર
બ્રેકઅપ બાદ પુરુષ ડિપ્રેશનમાં છે તે કેવી રીતે ખબર પડશે? આમ તો બ્રેકઅપ બાદ દુ:ખનો અનુભવ સામાન્ય બાબત છે.
પણ જો આ દુ:ખ બે અઠવાડિયાંથી વધુ સમય રહે તો તેના ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આ દરમ્યાન તમને ભવિષ્ય અંધકારમય લાગવા માંડશે. તમે ખૂબ જ એકલતા અનુભવશો.
એક્સને ચેકઆઉટ કરવું
બ્રેકઅપ બાદ એક્સને ચેકઆઉટ કરવું બહુ સામાન્ય છે, પણ જો ડિપ્રેશનથી બચવું હોય તો ચેકઆઉટ કરવાથી પણ બચવું પડશે. તેને સોશિયલ મીડિયા પર ચેકઆઉટ કરવાથી દૂર રહો. આ રીતે જ તમે માનસિક પરેશાનીથી બચી શકશો.
કસરત અને ધ્યાન
આ સમયગાળામાં કસરત અને ધ્યાન તમને ખૂબ મદદ કરશે. તમે તમારું રૂટિન આ રીતે જ સેટ કરો અને તેને નિયમબદ્ધ રીતે પાળો. આમ કરવાથી બ્રેકઅપ પછીના દોરને પાર કરવો આસાન થશે. તમે ફિટ હોવાનું અનુભવશો, શારીરિક રીતે અને માનસિક
રીતે પણ.
મિત્રને બધું જ જણાવો
તમારા મિત્રો એ તો જાણતા જ હશે કે તમે દુ:ખી છો. પણ તમે કેટલા વધુ દુ:ખી છો એ સામેથી તેમને જણાવો. પોતાની લાગણીઓને હૃદયમાં દબાવી ન રાખો. લાગણીઓ વ્યક્ત કરવાથી ડિપ્રેશન ઓછું થશે અને તમે હળવાશ અનુભવશો. ઉ

RELATED ARTICLES

Most Popular