WHOએ Monkeypox વાયરસને લઈને આપી ચેતવણી! કહ્યું સેક્સ પાર્ટનરની સંખ્યા લિમિટેડ કરો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દુનિયાભરમાં કોરોના મહામારી બાદ હવે મંકીપોક્સનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે ત્યારે ભારતમાં પણ પાંચ કેસ મળી આવતાં રાજ્ય અને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ દુનિયાભરમાં આ વાયરસથી સૌથી પ્રભાવિત જૂથને લઈને મોટો ખુલાસો કર્યો છે. WHOએ સમલૈંગિક સંબંધો ધરાવતા પુરુષોને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે પોતાના સેક્સ પાર્ટનરની સંખ્યા ઓછી કરી નાંખે. WHOના પ્રમુખ Tedros Adhanom Ghebreyesusએ મંકીપોક્સ વાયરસને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ગણાવ્યો હતો. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, સેક્સ પાર્ટનરની સંખ્યા ઓછી રાખવી જોઈએ. મંકીપોક્સના કેસ મોટા ભાગે ગે કપલમાં જોવા મળી રહ્યા છે તેથી પુરુષોને આ વાયરસથી વધુ ખતરો છે. આથી નવા પાર્ટનર સાથે સંબંધ બનાવવાનું ટાળવું જોઈએ. મંકીપોક્સ વાયરસના કેસ પહેલા પશ્ચિમ અને મધ્ય આફ્રિકી દેશોમાં નોંધાતા હતાં, જે હવે 78 દેશોમાં ફેલાઈ ગયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.