મહારાષ્ટ્રનો નાથ કોણ? શિંદેએ શિવસેના પાર્ટી પર દાવો કર્યો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ વ્હિપ જાહેર કરીને પોતાના તમામ ધારાસભ્યોને સાંજે સીએમ હાઉસ પહોંચવાનો આદેશ આપ્યો હતો અને ગેરહાજર રહેનાર સામે એક્શન લેવાની ચેતવણી આપી હતી.
જોકે, એકનાથ શિંદેએ પોતાના ટ્વીટથી ઉદ્ધવ ઠાકરેને હચમચાવી દીધા છે. પક્ષની બેઠક હાજરી આપવા માટેના વ્હિપને ગેરકાયદેસર ગણાવતા તેમણે ગોગાવલેને પક્ષના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા છે. તેમણે સુનીલ પ્રભુને આ પદ પરથી હટાવ્યા છે. તેમણે 34 ધારાસભ્યોના સમર્થન વાળો પત્ર પણ રાજ્યપાલ અને ડેપ્યુટી સ્પીકરને મોકલ્યો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે શિંદે જેમને 55માંથી 45 કહેવાતા શિવસેનાના MLAનું સમર્થન છે તે પોતે જ શિવસેના પર પોતાનો દાવો કરી રહ્યા છે.
એકનાથ શિંદેએ ફરી જણાવ્યું હતુ કે અમે બાળાસાહેબ ઠાકરેના હિંદુત્વને આગળ લઈ જઈશું. અગાઉ તેમણે સુરત એરપોર્ટ પર કહ્યું હતું કે અમે બાળાસાહેબ ઠાકરેનું હિન્દુત્વ છોડ્યું નથી. હું ઈચ્છું છું કે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે મળીને સરકાર બનાવે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.