સાઉથની સુપરહિટ અભિનેત્રીને થયો પ્રેમ?, પોતાના સંબંધ વિશે કર્યો ખુલાસો

ફિલ્મી ફંડા

Mumbai: હિંદી અને સાઉથ સિનેમાની પ્રસિદ્ધ એક્ટ્રેસ શ્રુતિ હાસન (Shruti Haasan) તેની આગામી ફિલ્મ સાલાર (Salaar) ને લઈને ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. ફિલ્મમાં તે પ્રભાસ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. ફિલ્મોની સાથે તે પોતાના અંગત જીવનને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે. તે ડૂડલ આર્ટિસ્ટ અને ઈલ્યુસ્ટ્રેટર શાંતનુ હઝારિકા ( Santanu hazarika) સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

હાલમાં શ્રુતિએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મને અમારા બંનેમાં એક ચીજ ખૂબ જ પસંદ છે અને તે એ છે કે અમે બંને પરફેક્ટ નથી. સામાન્યપણે પોતાના સંબંધો વિશે હું જાહેરમાં વધુ ચર્ચા કરવાનું પસંદ નથી કરતી નથી, પરંતુ શાંતનુ સાથેના સબંધો વિશે દરેક લોકો જાણવા આતુર છે. મને એ વ્યક્તિ પર ગર્વ છે. તે ખૂબ જ સારી વ્યક્તિ છે અને ટેલેન્ટેડ પણ. નોંધનીય છે કે શ્રુતિ અને શાંતનુ મોટા ભાગે સાથે જોવા મળે છે. જોકે, શ્રુતિએ તેની સાથે લગ્ન વિશે કોઈ વાત કરી નહોતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.