Prophet Muhammad Row: નુપુર શર્માના નિવેદનને સમર્થન આપનારો સાદ અંસારી કોણ છે?

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Mumbai: ભાજપ નેતા નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે દેશભરમાં રાજકારણ ગરમાયું છે ત્યારે આ વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી. સમગ્ર ઘટના વચ્ચે ભિવંડીના રહેવાસી સાદ અશફાક અંસારીનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે નુપુર શર્માના નિવેદનને સોશિયલ મીડિયા પર સાદે સમર્થન આપ્યું હતું અને તેની પોસ્ટ પળવારમાં વાયરલ થતાં હોબાળો મચ્યો હતો. સાદની 12મી જૂનના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પોસ્ટ વાયરલ થયા બાદ સાદના ઘરમાં ઘણા લોકોએ ઘુસીને માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે પોલીસે 100થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે.

જાણો કોણ છે સાદ અંસારી?

સાદ અંસારી 19 વર્ષનો એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે. તેણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું હતું કે તે કોઈ પણ ધર્મને સમર્થન આપતો નથી. મને એવી દુનિયામાં રહેવાનો ડર છે, જ્યાં તમારી અને તમારા પરિવારની હત્યા થઈ શકે છે, કારણ કે તમે ઘણા વર્ષો પહેલા મૃત્યુ પામેલા માણસ વિશે વાત કરી. સાદની આ પોસ્ટને કારણે મુંબઈ અને થાણેમાં ધમાલ થઈ હતી. પોલીસનું માનવું છે કે સાદને કારણે ભિવંડીમાં વાતાવરણ બગડ્યું હતું. લોકો સાદની ધરપકડની માંગ કરી રહ્યા હતાં. જોકે, સાદના વકીલે સ્પષ્ટતા આપી હતી કે તેઓ નુપુર શર્માના નિવેદનનું સમર્થન કરતા નથી. સાદના ઘરમાં બળજબરીથી ઘૂસેલા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે જે જે લોકોને ઓળખી લીધા છે તેમને નોટિસ મોકલવામાં આવી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.