Homeદેશ વિદેશકોણ છે રિયા સેન, જે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે...

કોણ છે રિયા સેન, જે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોવા મળી હતી

હિન્દી અને બંગાળી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી મૂન મૂન સેનની પુત્રી રિયા સેન એક જાણીતી અભિનેત્રી છે. તે હિન્દી ફિલ્મો ‘સ્ટાઇલ’, ‘ઝંકાર બીટ્સ’ અને ‘અપના સપના મની મની’માં જોવા મળી છે. રિયા સેન પોતાની બોલ્ડનેસને કારણે ઘણી ચર્ચામાં છે. જોકે, તેની કારકિર્દી ઉંચાઈએ પહોંચે તે પહેલા જ બોલીવૂડમાં તે ફ્લોપ રહી હતી. જે બાદ તે બંગાળી ફિલ્મો તરફ વળી ગઇ હતી.
તાજેતરમાં રિયા સેન કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોવા મળી હતી. તેથી ફરી તેમના વિશેની ચર્ચાએ જોર પકડ્યું છે.
કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે 71મો દિવસ છે. આ યાત્રા તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાંથી પસાર થઇ છે અને હવે મહારાષ્ટ્રમાં છે. રાહુલ ગાંધી અને અન્ય લોકોએ ગુરુવારે મહારાષ્ટ્રના પાતુરથી ફરી યાત્રા શરૂ કરી હતી. બોલીવૂડ પણ આ સફરને સપોર્ટ કરી રહ્યું છે. હાલમાં જ બોલીવૂડ એક્ટ્રેસ રિયા સેન આ યાત્રામાં જોવા મળી હતી. આ પહેલા પૂજા ભટ્ટ પણ સફરમાં જોવા મળી હતી.


રિયા સેન વિશે વાત કરીએ તો તે અભિનેત્રી રાયમા સેનની બહેન છે અને અભિનેત્રી ત્રિપુરાના રાજવી પરિવારની છે. તેમના પિતા ભરત દેવ વર્મા કૂચ બિહારની રાણી ઇલા દેવીના પુત્ર છે. રિયાને પ્રથમ ઓળખ ફાલ્ગુની પાઠકના ગીત ‘ચૂડી જો ઢાંકે હાથ મેં’થી મળી હતી. રિયાએ તેની ફિલ્મોમાં બોલ્ડ સીન્સ દ્વારા ઘણી ચર્ચા જગાવી છે. જોકે, હવે તે માત્ર બંગાળી ફિલ્મોમાં જોવા મળે છે.

RELATED ARTICLES

Most Popular