ડાકોરમાં કોણ છે…!? રાજા રણછોડ છે…

ઇન્ટરવલ

તસવીરની આરપાર-ભાટી એન.

ઓ ડાકોરનાં ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, ડાકોરમાં કોણ છે…!? રાજા રણછોડ છે. શ્રીકૃષ્ણ ભગવાનના ઘણા નામ છે. તેમાં રણછોડરાય નામ ખૂબ જ પ્રચલિત છે. ગુજરાતમાં મહત્ત્વના તીર્થ ક્ષેત્રોમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ ‘ડાકોર’ ગામ નાનું છે પણ તેનું માહાત્મ્ય અપાર છે. ડાકોરના ઠાકોર તરીકે વિશ્ર્વ વિખ્યાત છે…! વૈષ્ણવ સંપ્રદાયનું રણછોડરાયનું મંદિર હિન્દુધર્મમાં ચાર તીર્થયાત્રા ધામોમાં મનાય છે. ચાર તીર્થ ધામની યાત્રા કર્યા પછી યાત્રિકો ડાકોરધામના દર્શને આવે છે. એમ મનાય છે કે જ્યાં સુધી યાત્રિકો ડાકોરમાં રણછોડરાયના દર્શન કરતા નથી ત્યાં સુધી તે યાત્રા અધૂરી ગણાય છે.
ગોમતીજી તળાવ પાકુ બાંધેલ ખૂબ મનમોહક છે. ત્યાં ઘણાં મંદિરો આવેલ છે. પ્રવાસીઓ અચૂક ડાકોર આવે એટલે ત્યાં ગોમતી તળાવે જાય છે. તેની બરાબર સામે જ શ્ર્વેત (સફેદ) રંગનું ભવ્યતાતિભવ્ય રણછોડરાયનું મંદિર ડાકોર સિટી મધ્યમાં આવેલ છે. મંદિરની ઊંચાઈ ૧૨૦ ફૂટ છે. બાર રાશિઓ પ્રમાણે બાર પગથિયાં અને અઠિયાવીસ નક્ષત્રો મુજબ ૨૮ શિખરો છે. મંદિર વચ્ચેનો મુખ્ય ભાગ ઘણો વિશાળ અને ઊંચો છે. મંદિર પર મોટા મોટા ઘૂમ્મટો છે. દરેક ઘૂમ્મટે પાંચ સોનાના કળશ મુકેલા છે. મુખ્ય શિખ્ય પર રૂપાની એક પવન પાવડી અને સફેદ ધજા હમેશ માટે ચડાવેલી રહે છે.
મંદિરની આસપાસ કિલ્લેબંધી કરવામાં આવી છે. મુખ્યત્વે આરસપહાણનો ઉપયોગ કરવામાં આવેલ છે. મંદિરમાં પ્રવેશ માટે ચાર બારણાં છે. બારણાં રૂપાના વજનદાર છે. દર્શનાથીના પ્રવેશ માટે ઉત્તરનું દ્વાર રાખેલ છે અને દક્ષિણ દ્વારેથી ભગવાનના ચરણસ્પર્શ કર્યા પછી બહાર નીકળી
શકાય છે.
દુઆપદમાં દંત મુનિએ આશ્રમ બનાવેલ તે સમયે ખાખરીયું વન હતું…! મુનિએ ઉગ્ર તપ કરતા ભોળા શિવ પ્રસન્ન થયા ને ગોમતી નદીના કિનારે ડંકેશ્ર્વર મહાદેવ મંદિર છે ત્યાં નાનો કુંડ પ્રથમ બનાવેલ. બાદમાં ભગવાન શ્રીકૃષ્ણ ને ભીમ પ્રસંગોપાત કુંડ પાસેથી પસાર થયાને ભીમે કુંડનું મીઠુ પાણી પીધું બાદમાં ગદા મારી આ તળાવને વિરાટ બનાવેલ તે અત્યારનું ગોમતી તળાવ છે. અગાઉ આ ડાકોરનું નામ ડંકપુર નામ હતું. આ મંદિર પાછળ એક દંતકથા છે. ડાકોરના બોડાણાના ભક્ત અમુક માસની પૂનમે ડાકોરથી ચાલી દ્વારકા શ્રીકૃષ્ણના દર્શને જતો પણ સમયાંતર બોડાણ ભગત વૃદ્ધ થયા આથી ભગવાનને પ્રાર્થના કરતા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાથી તેની સાથે ડાકોર આવ્યા ને વિવાદ થતા ભગવાન બોડાણા ભગતના પત્ની ગંગાબાઈની નાકની વાળી ને તુલસીપત્રે ભગવાન જોખાયાને વાળીને તુલસીનું વજન વધતા ભગવાન શ્રીકૃષ્ણ ડાકોર રહ્યાં તેની ખાસી સ્ટોરી છે. આથી આ રણછોડરાયજી મંદિરના નામે વિશ્ર્વ વિખ્યાત થયું. દ્વારકા બાદ રણછોડરાયનું બીજી પ્રસિદ્ધધામ બની આજે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં આવે છે. વર્ષ દરમિયાન ઘણા ઉત્સવો યોજાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.