રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા(WFI)ના પ્રમુખ અને ઉત્તરપ્રદેશની કૈસરગંજ બેઠક પરથી બીજેપીના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ મહિલા ખેલાડીઓના યૌન ઉત્પીડનના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. આરોપ લગાવનારા આંતરરાષ્ટ્રીય સ્તરના ભારતીય ખેલાડીઓ છે. ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતનાર બજરંગ પુનિયા, સાક્ષી મલિક જેવા કુસ્તીબાજોએ તેમની સામે મોરચો ખોલ્યો છે. જો કે, બ્રિજભૂષણ શરણ સિંહે તમામ આરોપોને ફગાવી દીધા છે. બ્રિજભૂષણ શરણ સિંહ પર આ પહેલા પણ અનેક આરોપો લાગ્યા છે.
બ્રિજ ભૂષણ શરણ સિંહ વર્ષ 2012 થી WFIના પ્રમુખ છે. એવું કહેવાય છે કે જ્યારે બ્રીજભૂષણ રેસલિંગ હોલમાં પ્રવેશ કરે ત્યારે ‘નેતાજી જિંદાબાદ’ના નારા લાગે છે. અધિકારીઓ તેને પ્રણામ કરે છે અને તેના ચરણ સ્પર્શ કરે છે. તેઓ SUV કારના કાફલા સાથે આવે છે અને તેમની સાથે 20 થી 25 સમર્થકોનો કાફલો હાજર હોય છે. તેઓ પોતાને બાહુબલી કહેડાવે છે.
બ્રિજભૂષણ શરણ સિંહે વર્ષ 1991માં પહેલીવાર લોકસભામાં પ્રવેશ કર્યો હતો. તેઓ છ વખત લોકસભાના સાંસદ રહી ચુક્યા છે. હાલમાં ઉત્તર પ્રદેશની કૈસરગંજ સીટ પરથી ભાજપના સાંસદ છે. આ પહેલા પણ તેમની સામે હત્યાનો પ્રયાસ, લૂંટ, પુરાવા ગાયબ કરવા અને સરકારી કર્મચારીને તેમની ફરજ બજાવતા રોકવા સહિતના અનેક કેસ નોંધાયેલા છે. આશ્ચર્યની વાત એ છે કે તેમને એક પણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા નથી. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહનું નામ પણ સામે આવ્યું હતું.
જાન્યુઆરી 2021માં નોઈડામાં નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન તેમણે એક કોચને વગર જોઈ કારણે સસ્પેન્ડ કરી દીધા હતા. ડિસેમ્બર 2021 માં તેણે રાંચીમાં સ્ટેજ પર એક ખેલાડીનેને જાહેરમાં થપ્પડ મારી દીધી હતી. આ ઘટના કેમેરામાં કેદ થયા હોવા છતાં, બ્રિજભૂષણ સિંહે માફી માંગી ન હતી, ઉપરથી એવું કહ્યું કે, “તેને જોરથી માર્યો ન હતો, જોરથી માર્યો હોત તો એ દૂર જઈને પડત.” બ્રિજભૂષણ શરણ સિંહનું માનવું છે કે આ રીતે જ લોકોને લાઈનમાં રાખી શકાય છે.
दबंगई आज की नहीं पुरानी है..
(विडियो दिसंबर 2021 में राँची का है)#BrijBhushanSharanSingh pic.twitter.com/AMtghhnoff— sushant (journalist) (@pareek12sushant) January 19, 2023
“>
હાલ બ્રિજ ભૂષણ સિંહ ગંભીર આરોપોથી ઘેરાયેલા છે. ખેલાડીઓએ અવાજ ઉઠાવીને માનસિક ઉત્પીડન, જાતીય સતામણી અને સંઘમાં રાજકારણ કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. બ્રિજભૂષણ સિંહે આરોપો નકારી કાઢ્યા છે.