Homeદેશ વિદેશનોટ અને સિક્કાની ડિઝાઈનથી લઈને વિતરણ સુધીના નિર્ણયો કોણ લે છે?

નોટ અને સિક્કાની ડિઝાઈનથી લઈને વિતરણ સુધીના નિર્ણયો કોણ લે છે?

આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય ચલણી નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીરો છાપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી, જે બાદ દેશભરમાં રાજકારણ ગરમાયું છે. પાર્ટીના તર્ક અનુસાર જો ચલણી નોટો પર ધનની દેવી લક્ષ્મી અને બુદ્ધિ વિનાયક ગણેશની તસવીર છાપવામાં આવશે તો દેશમાં સમૃદ્ધિ આવશે. વિપક્ષે આપની આ માગણીની આલોચના કરી છે, જેમાં ભાજપનો પણ સમાવેશ થાય છે. વિપક્ષનું કહેવું છે કે ચૂંટણી નજીક આવી રહી હોવાથી આમ આદમી પાર્ટી ધાર્મિક માગણી કરી રહી છે.
આ રાજકારણ વચ્ચે નોટ પર શું છાપવું અને શું નહીં તે અંગેના નિર્ણય કોણ લે છે તે સમજવાની કોશિશ કરીએ.

આરબીઆઈ અને સરકારનો શું છે રોલ

* કરન્સી અને તેની ડિઝાઈન સંબંધિત તમામ નિર્ણયો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવે છે. રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ સાથે સરકારની પણ ભાગીદારી હોય છે, પરંતુ જો સિક્કામાં કોઈ ફેરફાર કરવાનો હોય અથવા તેની ડિઝાઈન સંબંધિત કોઈ નિર્ણય લેવાનો હોય તો તેનો નિર્ણય લેવાનો પૂરો અધિકાર સરકાર પાસે હોય છે.

* સિક્કાની બાબતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો રોલ સિમીત છે. આરબીઆઈ દ્વારા સિક્કાનું વિતરણ કરવામાં આવે છે તે સિવાયના કામ તેના અધિકાર ક્ષેત્રમાં આવતા નથી. સરકારને કોઈનેજ એક્ટ 2011 અંતર્ગત સિક્કાની ડિઝાઈન સંબંધિત અધિકાર લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

* ચલણી નોટોને ડિઝાઈન કરવાનો અધિકાર આરબીઆઈ પાસે છે. તે માટે રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડની નિયુક્તિ કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ 1934 અંતર્ગત ભારતમાં ચલણી નોટ જારી કરવાનો અધિકાર આરબીઆઈને આપવામાં આવ્યો છે. સરકાર સાથે આ વિશે ચર્ચા કરવામાં આવે છે, જે બાદ નોટની ડિઝાઈન, રૂપ અને મટેરિયલનો નિર્ણય આરબીઆઈ દ્વારા લેવામાં આવે છે.

* સ્વતંત્રતા પહેલા એક રૂપિયાની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી, જેની ડિઝાઈન અંગ્રેજોના જમાનાની હતી. સ્વતંત્રતા બાદ તેમાં ફેરફાર કરીને કિંગ જોર્જ VI ની તસવીરને હટાવીને અશોક સ્તંભની તસવીર છાપવામાં આવી હતી. બાદમાં 1987માં 500 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી, જેમાં પહેલી વાર મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular