Homeટોપ ન્યૂઝપાકિસ્તાનનું નાક કોણે કાપ્યું?

પાકિસ્તાનનું નાક કોણે કાપ્યું?

ભારતીય આર્મીની શૌર્યગાથાને યાદ કરાવીને તાલિબાને પાકિસ્તાનને આપી દીધી આ ધમકી…
ભારતે બે વર્ષ પછી પણ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને માન્યતા આપી નથી, પરંતુ આજની તારીખે 1971ના યુદ્ધથી તાલિબાનીઓ વાકેફ છે અને એને યાદ કરીને તાજેતરમાં પાકિસ્તાનને ધમકી આપતા ઔકાતમાં રહેવાનું જણાવ્યું હતું. અગાઉ પાકિસ્તાન કટ્ટરવાદી તાલિબાનીઓને જોરદાર સમર્થન આપ્યું હતું અને તેમને હતું કે તાલિબાનીઓ તેમના પગલે પગલે ચાલશે, પરંતુ હવે આ જ તાલીબાન પાકિસ્તાનને યુદ્ધ કરવાની પણ ધમકી આપી દીધી છે. પાકિસ્તાનના નેતાઓ આતંકવાદીઓના સફાયા માટે અફઘાનિસ્તાનમાં ઘૂસીને હુમલો કરવાના નિવેદનને તાલિબાને સખત શબ્દોમાં વખોડી નાખ્યું હતું.

તાલિબાનના નાયબ વડા પ્રધાન અહમદ યાસિરે ટિવટ કરીને એક ફોટો શેર કર્યો હતો, જેમાં પૂર્વ પાકિસ્તાનના તત્કાલીન કમાન્ડર રહી ચૂકેલા જનરલ નિયાજી ભારતીય આર્મીના જનરલ જગજીતસિંહ અરોરાની સમક્ષ સરેન્ડર પેપર સાઈન કરી રહ્યા છે અને તેમના પાછળ ભારતીય એરફોર્સ અને નેવીના વરિષ્ઠ અધિકારી ઊભા રહ્યા છે. બીજા યુદ્ધ પછી સૌથી પહેલું યુદ્ધ હતું, જેમાં 93,00 સૈનિકે શરણાગતિ સ્વીકારી હતી. આજે પણ આ ફોટો ભારતીય આર્મીએ દિલ્હીના આર્મી હેડ ક્વાર્ટરમાં રાખી છે.
અહમદ યાસીરે આ ફોટોની નીચે લખતા પાકિસ્તાનની ધમકી આપી છે અને લખ્યું હતું અફઘાનિસ્તાન ન તો સીરિયા, પાકિસ્તાન કે તુર્કી નથી. પાકિસ્તાન અફઘાનિસ્તાન પર હુમલો કરવાનું પણ વિચારે નહીં જેમ ભારતની સાથે સરેન્ડર એગ્રીમેન્ટ સાઈન કર્યા હતા એ જ રીતે એગ્રીમેન્ટ કરવા માટે મજબૂર થવું પડશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular