Homeટોપ ન્યૂઝ'મુસ્લિમોને ભારતમાં રહેવાની પરવાનગી આપવા વાળા તમે કોણ?: ભાગવતના નિવેદન પર ઓવૈસી...

‘મુસ્લિમોને ભારતમાં રહેવાની પરવાનગી આપવા વાળા તમે કોણ?: ભાગવતના નિવેદન પર ઓવૈસી રોષે ભરાયા

RSSના વડા મોહન ભાગવતના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. મોહન ભાગવતે કહ્યું હતું કે “દેશમાં ઈસ્લામને કોઈ ખતરો નથી, પરંતુ તેમણે મોટા હોવાનો ભાવ છોડવો પડશે”. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ભાગવત પર નિશાન સાધતા કહ્યું કે “મુસલમાનોને ભારતમાં રહેવા અથવા પોતાના ધર્મનું પાલન કરવાની પરવાનગી આપનાર મોહન ભાગવત કોણ છે? અમે ભારતીય છીએ કારણ કે અલ્લાહ ઈચ્છે છે. તેઓ અમારી નાગરિકતા પર “શરતો” મૂકવાની હિંમત કેવી રીતે કરે છે? અમે નાગપુરના કહેવાતા બ્રહ્મચારીઓના જૂથને ખુશ કરવા અહિયાં નથી.”
અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યુ કે, “મોહન ભાગવત કહે છે કે ભારત માટે કોઈ બાહ્ય ખતરો નથી. સંઘીઓ દાયકાઓથી ‘આંતરિક દુશ્મનો’ અને ‘યુદ્ધની સ્થિતિ’ માટે બુમરડો મચાવે છે. તેમના સ્વયંસેવકો કહે છે ભારતની સીમા પર કોઈએ ઘુસણખોરી નથી કરી. ચીન માટે આ ‘ચોરી’ અને સાથી નાગરિકો માટે ‘સીનાજોરી’ શા માટે? જો આપણે ખરેખર આંતરિક યુદ્ધની સ્થિતિમાં હોઈએ તો શું સ્વયંસેવક સરકાર 8 વર્ષથી સૂઈ રહી છે?”
ઓવૈસીએ કહ્યું કે આરએસએસની વિચારધારા ભારતના ભવિષ્ય માટે ખતરો છે. AIMIMના વડાએ કહ્યું કે ભારતીયો જેટલા વહેલા વાસ્તવિક “આંતરિક દુશ્મનો” ઓળખી લેશે, તેટલું સારું. કોઈ પણ સંસ્કારી સમાજ ધર્મના નામે આવી નફરત અને ધર્માંધતાને સહન કરી શકે નહીં. ઓવૈસીએ વધુમાં કહ્યું, “મોહન ભાગવતને હિન્દુઓના પ્રતિનિધિ તરીકે કોણે ચૂંટ્યા છે?”
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે હિંદુસ્તાન હિંદુસ્તાન બની રહે. આજે ભારતમાં જે મુસ્લિમો છે તેમને કોઈ ખતરો નથી. તેઓ છે તેમને રહેવું છે, ભલે રહે. પૂર્વજો પાસે પાછા આવવું છે,તો આવે. એ તેમના મનની વાત છે. હિંદુ ધર્મ એ આપણી ઓળખ, રાષ્ટ્રીયતા અને દરેકને પોતાના તરીકે સ્વીકારવાની અને ઇસ્લામ સાથે ચાલવાની વૃત્તિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular