નવા વર્ષના શરુઆતના ત્રણ દિવસ થયા છે, પરંતુ હજુ પણ બોલીવૂડની જાણીતી અભિનેત્રીઓના મન પરથી નવા વર્ષની ઉજવણી કરવાનું ભૂત ઊતર્યું નથી. બોલીવૂડ હોય કે પછી ટેલિવિઝન કે પછી અન્ય મોડેલે નવા વર્ષનું સેલિબ્રેશન બિકિની પહેરીને કર્યું હતું અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર મૂકીને વાસ્તવમાં તેઓ આ વર્ષની ‘Bikini Babes’ હોવાનું ચોક્કસ કહી શકાય. આ વર્ષે તેમણે પોતાના બિકિની અવતારના ફોટોગ્રાફને રજૂ કરીને ઠંડીમાં ગરમી વધારી દીધી છે. સૌથી પહેલી વાત કરીએ તો મૌની રોય પતિની સાથે લગ્ન પછી નવા વર્ષની ઉજવણી દુબઈમાં સેલિબ્રેટ કરે છે. દુબઈમાં નવા વર્ષની ઉજવણી કરતો ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે.
બીજી વાત કરીએ તો ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ પણ આ વર્ષની ઉજવણી થાઈલેન્ડના ફુકેટમાં કરી હતી. નવા વર્ષનું સેલિબ્રેશન આગવી રીતે ઉજવણી કરીને બીચ પર રેતીમાં ટુવાલ પાથરીને પુસ્તક વાચવાનો ફોટો શેર કરીને લોકોના દિલ જીતી લીધા હતા.
ફરહાન અખ્તરની સાળી અને વીજે અનુષા દાંડેકરે પણ નવા વર્ષની ઉજવણી આગવી રીતે બિકિની પહેરીને ફોટોગ્રાફ્સ શેર કર્યાં હતા અને તેને જોઈને તેના ચાહકોનું મન મોહી લીધું હતું. દરિયાકિનારે પાણીમાં બેસીને બિકિનીમાં એવો અંદાજ રજૂ કર્યો હતો કે તેને જોઈને લોકો દંગ રહી ગયા હતા.
ટેલિવિઝન સ્ટાર અને બોલ્ડ અભિનેત્રી નિયા શર્માને કોઈ ભૂલી શકે એમ નથી, કારણ કે નિયાએ નવા વર્ષને વધાવવા ગોવા પહોંચી હતી અને દરિયાકિનારે બિકિની પહેરીને નવા વર્ષની ઉજવણી કરી હતી.
ઉપરાંત, અન્ય 21 વર્ષની અવનીત કૌરે પણ ન્યૂ યર સેલિબ્રેશન કંઈક આગવા અંદાજમાં રજૂ કરવાની તક છોડી નહોતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા બોલ્ડ અવતારમાં અવનીત કૌરે ફક્ત બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશન બ્રામાં જોવા મળતા સૌને આશ્ચર્યમાં નાખી દીધા હતા.