ઘણી વખત લોકો દારૂના નશામાં કે પછી વધારે પડતા ઉત્સાહમાં આવીને એવા કામ કે હરકત કરી બેસે છે કે એના પછી એમની પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી રહેતો. દાખલા તરીકે ફિલ્મ થ્રી ઈડિયટ્સમાં ફરહાન અને રાજુ દારૂના નશામાં ધૂત થઈને પ્રિન્સિપાલ વાઈરસના ઘરની નેમ પ્લેટ પર લઘુશંકા કરે છે. પણ આ તો થઈ નશામાં ધૂત થઈને કરેલી હરકત.
આપણામાંથી ઘણા લોકો એવા પણ હોય છે કે તેમને ઊંઘમાં બોલવાની ટેવ હોય છે. એવામાં ઘણી વખત નહીં કહેવાની કે બોલવાની વાતો બહાર આવી જાય છે અને પોલ ખુલી જાય છે. સોશિયલ મીડિયા પર હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં યુવતી ઊંઘમાં પિતાને બોય ફ્રેન્ડ સમજીને કંઇક એવું કરી બેસે છે કે તેને કારણે તેની જીવનભરની ઊંઘ ઉડી જાય છે…
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક યુવતી ફોન લઈને આવે છે અને બેડ પર ઊંઘી રહેલી તેની મિત્રને લે તારો બોય ફ્રેન્ડનો ફોન છે એવું કહે છે. સામે યુવતી પણ ઊંઘમાં જ ફોન લઈને હા બેબી, અત્યારે ઊંઘી રહી છું, પછી વાત કરૂ છું. આઈ લવ યુ… એવું કહે છે. સામેથી આવેલો અવાજ સાંભળીને યુવતી સફાળી ઊભી થતાં એટલું જ બોલે છે કે પપ્પા… પછી તે યુવતી પપ્પાને સોરી પપ્પા ભુલથી નીકળી ગયું મોઢામાંથી… પણ યુવતીને ખ્યાલ તો આવી જાય છે કે તેણે શું ભાંગરો વાટયો છે… પોતાની ભૂલ સમજાતાં યુવતી પોતાના માથુ કુટી લે છે…
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો ક્યાંનો છે અને યુવતી કોણ છે એ જાણી શકાયું નથી પણ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @butterfly_mahi આ એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી તેને લાખો લાઈક્સ મળી ચૂક્યા છે.