Homeરોજ બરોજઊંઘમાં તમને પણ થાય છે આવો ભાસ? જાણો કારણ અહીં...

ઊંઘમાં તમને પણ થાય છે આવો ભાસ? જાણો કારણ અહીં…

ઘણી વખત તમે ભર ઊંઘમાં હોવ અને અચાનક એવો ભાસ થાય કે તમે ઊંચાઈથી પડી રહ્યા હોવ એવો ભાસ થાય છે… બસ આ અનુભવ પછી આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ જાય છે અને તમે તમારી જાતને સરસ મજાના બેડમાં સૂતેલા જુઓ છો. આવા સમયે ઘણી વખત સવાલ થાય છે કે આવું કેમ થતું હશે, આવું થવાનું કારણ શું? આજે આ આર્ટિકલમાં તમને આનું કારણ જણાવીશું…
સાયન્ટિફિક ભાષામાં આ પ્રક્રિયાને હિપ્નિક જર્ક તરીકે ઓળખવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન તમને આભાસ અને વાસ્તવિકતા વચ્ચેના અંતરનો ખ્યાલ જ નથી આવતો.
આપણું મગજ કાયમ આપણા શરીરને કન્ટ્રોલ કરે છે અને એને એવી ટેવ હોય છે. મગજને શરીરના બધા અવયવોની માહિતી હોય છે. ક્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ક્યારે ઊંઘીએ છીએ વગેરે વગેરે જેવી માહિતી મગજ પાસે હોય છે. સાવ સીધા શબ્દોમાં કહેવાનું થાય તો આપણું મગજ એ આપણા શરીરના કોમ્પ્યુટરનું સીપીયુ છે અને તે આપણને કોઈ પણ પ્રકારના જોખમથી બચાવવાનું કામ કરે છે. જોખમ જણાતા તે તાત્કાલિક આપણા મગજને સરંક્ષણ માટેના સિગ્નલ મોકલાવવાનું શરુ કરે છે.
બેક ટુ ટ્રેક આવીએ અને વાત કરીએ તો જ્યારે આપણને ઊંઘમાં ઊંચાઈ પરથી પડી રહ્યા હોવાનો ભાસ થાય છે એ ઘટનાને હિપ્નિક જર્ક તરીકે ઓળખવવામાં આવે છે. આવો ભાસ જ્યારે પણ આપણને થાય છે ત્યારે આપણને ઊંઘ આવતી હોય છે અને આંખો બંધ થતી હોય છે. હાર્ટબીટ મંદ પડી રહી હોય છે અને આવી પરિસ્થિતિમાં ઘણી વખત મગજ ગૂંચવાઈ જાય છે. આપણું મૃત્યુ તો નથી થઈ રહ્યું ને એવી શંકા મગજને પડે છે અને તે તાત્કાલિક કાર્યરત થઈ જાય છે.
આપણને જગાડવા માટે મગજ ખૂબ જ સ્માર્ટ ટેક્નિકનો ઉપયોગ કરે છે. મગજ આપણને એવો ભાસ કરાવે છે કે આપણે ઊંચાઈ પરથી પડી રહ્યા છીએ. આવી સ્થિતિમાં મગજ સિગ્નલ મોકલાવે છે અને આ સિગ્નલ મળતાં જ એક ઝટકો લાગે છે આપણને અને આપણે જાગી ઉઠીએ છીએ. આ રીતે મગજ પોતાની કામ પૂરું કરે છે અને આપણે જાગી જઈએ એટલે આપણે જીવતા છીએ એવું સમાધાન મગજને થાય છે. સબ સલામત છે એવું જાણવા મળતાં જ મગજ સામાન્ય થઈ જાય છે અને આપણે ધીરેધીરે નિદ્રાદેવીને શરણે જતા રહીએ છીએ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -