સ્વાસ્થ્ય માટે કયું ઘી સારું? ડેરીનું કે ગાયનું?

પુરુષ

પંચગવ્યનું પંચાંગ-પ્રફુલકુમાર કાટેલિયા

ગુજરાતના તમામ સહકારી દૂધ ઉત્પાદક સંઘ આણંદની ડેરી સાથે જોડાયેલા છે અને ગાય ,ભેંસ, બકરી વગેરેનું દૂધ ગામડાં લેવલેથી ભેગું કરી ડેરીમાં પ્રોસેસ કરી દૂધ અને દૂધની બનાવટો વેચાય છે.
ઘી ડેરીઓની જુદી જુદી બનાવટો પૈકીની એક બનાવટ છે. આ ઘી એચએફ, જર્સી ગાયનું પણ હોય અને તેમાં બધાં પશુઓનું મિશ્ર ઘી પણ હોય. હવે ડેરીઓ ગાયનું અને ભેંસનું પણ દૂધ અલગ વેચે છે. દેશી ગાય અને ભેંસનું દૂધ, ઘી અલગ અ-૨ તરીકે પણ વેચાય છે. દેશી ગાય એટલે ગીર, કાંકરેજી અને અન્ય ગાય જેને ખૂંધ હોય છે. દેશી ગાયનું દૂધ, ઘી ગુણવત્તામાં ઉત્તમ ગણાય છે. આયુર્વેદ, તાજેતરનાં વૈજ્ઞાનિક સંશોધનો આવા દાવાનો હવે સ્વીકાર કરે છે.
ગાયનું ઘી ઓજસ, બળ, બુદ્ધિ, આરોગ્ય માટે ખૂબ સારું ગણાય છે તેથી બીજાં ઘી કરતાં દેશી ગાયનું ઘી ઉત્તમ છે જ. ભારત સરકારના પશુપાલન વિભાગ મુજબ ગીર ગાય ભારતની નંબર ૧ બ્રીડ ગણાય છે. ધર્મગ્રંથોને એક બાજુ રાખીએ તો પણ હવે વિજ્ઞાન સ્વીકારે છે કે ગાયના અ-૨ ઘીના મોટા ફાયદા છે. અમેરિકામાં અ-૨ કોર્પોરેશન સ્થપાયું છે જે કોઈ પણ બનાવટના અ-૨ની ચકાસણી કરી આપે છે.
ગીર ગાય વિષે હું ઘણું લખી શકું છું, પરંતુ જગ્યાના અભાવે ટૂંકું ચાલશે, કેમ કે સૌરાષ્ટ્રનો છું અને હું ગુજરાત સરકારનો પશુપાલન સચિવ હતો અને મેં જાતે ૭૦ જેટલી ગીર ગાયો પાંચ વર્ષ રાખી સેવા કરી છે. ઓનલાઇન વેચાણ કરતી સાઇટો પર ગીર ગાયના ભાવો ચકાસીને ખાતરી થઈ શકે કે દેશી ગાય અને ખાસ કરીને ગીર ગાયનું ઘી કેટલું ડિમાંડમાં અને મોંઘું, છતાં સારું છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડના ડેરી વૈજ્ઞાનિકોએ ‘ઉયદશહ શક્ષ વિંય ખશહસ’ નામનું સંશોધન પુસ્તક લખી સનસનાટી ફેલાવી છે. વૈજ્ઞાનિકોએ એચએફ અને જર્સી ગાયોનું દૂધ હાનિકારક છે તેવું પુરવાર કરવાની કોશિશ કરી છે અને આ વૈજ્ઞાનિકોની પ્રામાણિકતાને ધન્યવાદ છે કે પોતાના દેશની ગાયોનું દૂધ હાનિકારક છે અને ભારતની ગાયો ઉપકારક છે તેવું સ્પષ્ટ જાહેર કરી માનવજાતની સેવા કરી છે.
આ પુસ્તક કદાચ વેબ ઉપર જોઈ શકાશે. આપણી તકલીફ છે કે આયુર્વેદમાં કંઈ પણ હોય, જ્યાં સુધી પશ્ર્ચિમના વૈજ્ઞાનિકો ન કહે ત્યાં સુધી આપણા સમાજનો મોટો વર્ગ માનતો નથી. શાસ્ત્રો તો ઠીક, પણ હવે તો જૂનાગઢ એગ્રી યુનિવર્સિટીએ પણ વૈજ્ઞાનિક સંશોધનમાં કહ્યું છે કે ગીર ગાયનાં દૂધ, ઘીમાં જ નહીં, પણ ગૌમૂત્રમાંય સોનાના રજકણો છે. હવે આ બાબત આયુર્વેદના ગ્રંથોમાં અગાઉ કહી જ છે.
સૂર્યનાં કિરણોમાં એક કિરણ ગો કિરણ છે જે ગીર ગાયની ખૂંધમાં રહેલા છિદ્ર દ્વારા પ્રવેશી સૂર્ય કેતુ નાડી દ્વારા સોનાના રજકણ ઉત્પન્ન કરે છે. એટલે જ ગાયનું દૂધ, ઘી પીળું હોય છે. કમનસીબે જે લોકો વાસી પિઝા કે મોંઘા મોબાઈલના પૈસા ખર્ચી શકે છે તે દેશી ગાયનાં ઘી કે દૂધની વાત આવે ત્યારે ઊંચા ભાવની દલીલ કરીને છેવટે સ્ટેન્ટ, હૃદયનાં જુદાં જુદાં ઓપરેશન, બાયપાસ સર્જરી વગેરે મોંઘા પેકેજની તૈયારી કરી કોર્પોરેટ હોસ્પિટલને ફાયદો કરાવે છે. ત્યાં ઊંચા ખર્ચની દલીલ ચાલતી નથી.
આશરે ૧૦૦ વર્ષ પહેલાં બ્રાઝિલના પશુપાલકો ભારતમાં ચારે બાજુ સારી ગાયો માટે ફર્યા, પણ કોઈએ ઊભા ન રાખ્યા, કેમ કે ગોરા લોકો ગાયને મારી નાખે છે એટલે કોઈ રાજ્યે ગાયો ન આપી.
છેવટે, ભાવનગરના મહારાજા સર કૃષ્ણકુમારસિંહજીએ થોડી ગાયો અને સારો ખૂંટ આપ્યો અને આજે સમગ્ર બ્રાઝિલનું કૃષિ અર્થતંત્ર ગીર ગાયોને લીધે ઊંચું આવી ગયુ છે. બ્રાઝિલમાં આજે ૩૦ લાખ શ્રેષ્ઠ ગીર ગાયો છે અને કરુણતા એ છે કે ગુજરાતમાં માત્ર ૩,૦૦૦ જેટલી શુદ્ધ ગીર ગાયો બચી છે. દેશી ગાયના ઘી પરથી થોડું વધારે લખ્યું છે, પણ આશા છે કે મિત્રોને ગમશે. આ મુદ્દે હવે જાગૃતિ આવી છે અને લોકોને ગીર ગાયની બનાવટો વિષે સાચું સમજાયું છે તે સારી નિશાની છે.
ટૂંકમાં, દેશી ગાયનું ઘી છૂટથી ખાઓ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.