ખોટો ઇતિહાસ જણાવવામાં આવ્યો છે.
જો તમે દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરો છો, તો તમે સ્ટેશનો પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ લખેલા કેટલાક હોર્ડિંગ્સ જોયા જ હશે. આઝાદી અને ચળવળના નાયકોના ચિત્ર સાથે વિગતવાર સમજાવવામાં આવ્યું છે, પરંતુ મયુર વિહાર ફેઝ-1 મેટ્રો સ્ટેશન પર મોટી ભૂલ જોવા મળી રહી છે. ભૂલ એવી છે કે જો કોઈ તેને ગંભીરતાથી વાંચશે તો સમજાશે કે તેમાં ઈતિહાસ વિશે લખેલી વાતો ખોટી છે. કેટલાક તેને ટાઈપો કહી શકે છે, પરંતુ આ હોર્ડિંગ લાંબા સમયથી મેટ્રો સ્ટેશન પર છે અને દિલ્હીના કેટલા મેટ્રો સ્ટેશન પર આજની પેઢી આ ખોટી માહિતી વાંચી રહી છે.
બાપુની તસવીર સાથેના આ હોર્ડિંગનું શીર્ષક ‘ચંપારણ સત્યાગ્રહ-1917’ લખેલું છે જ્યારે નીચે લખાયેલો ઈતિહાસ 1857ના રાષ્ટ્રીય બળવાનો છે, જેમાં મંગલ પાંડે શહીદ થયા હતા.
1857માં મંગળ પાંડેએ અંગ્રેજોનો વિરોધ કરી બળવો કર્યો હતો. તે સમયે ભારતીયોને આપવામાં આવતી બંદૂકો પર ગાય અને ડુક્કરની ચરબી લગાવવામાં આવતી હતી અને આ બંદૂકને મોઢેથી ખોલવી પડતી હતી. આને કારણે ભારતીયોની લાગણી દુભાતી હતી અને તેમણે અંગ્રેજ સરકાર સામે બંડ પોકાર્યું હતું.
1857માં ગાંધીજી નહોતા અને 1917નો ચંપારણ સત્યાગ્રહ એ ભારતમાં ગાંધીજીની આગેવાની હેઠળનું પ્રથમ સત્યાગ્રહ આંદોલન હતું. આ બિહારના ચંપારણ જિલ્લામાં ખેડૂતોનું મોટું આંદોલન સાબિત થયું હતું.
દિલ્હીના મેટ્રો સ્ટેશન પર ઘણા સમયથી આ હોર્ડિંગ લાગેલા છે, પણ કોઇનું એના પર ધ્યાન નથી ગયું કે કોઇએ પણ આ મોટી ભૂલ સુધારી લેવાની કોશિશ નથી કરી અને લોકોને ખોટો ઇતિહાસ જણાવવામાં આવી રહ્યો છે.