દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં જણાવ્.ું હતું કે, સરકાર જ્યારે અગ્નિપથ યોજના લાવી ત્યારે કહ્યું હતું કે સૈનિકોના પેન્શનનો બોજો ઓછો કરવાના હેતુથી અમલ કરવામાં આવી રહ્યો છે. આઝાદીથી લઈને અત્યાર સુધી તો એવું નથી બન્યું કે સૈનિકોને પેન્શન આપવા માટે સરકાર પાસે પૈસાની અછત સર્જાઈ હોય, આ વખતે આઠમા વેતન આયોગ પણ બનવા જઈ રહ્યો હતો, પરંતુ કેન્દ્ર એ મનાઈ કરી. પોતાના જ કર્મચારીઓને આપવા સરકાર પાસે પૈસા નથી? ગરીબ લોકોને મનરેગા અંતર્ગત મજૂરીનું કામ આપવામાં આવતું તેમાં પણ 25 ટકાનો ઘટાનો નોંધાયો છે અને સરકારે પૈસા ન હોવાનું કાર જણાવ્યું હતું.

કેજરીવાલે જણાવ્યું હતું કે પહેલા રાજ્યોને 42 ટકા જેટલો હિસ્સો મળતો હતો જે ઘટાડીને 39 ટકા કરવામાં આવ્યો છે. સ્વતંત્રતા પહેલા ઘઉં-ચોખા પર ટેક્સ નહોતો લાગતો હવે ગરીબોની ખાણીપીણી પર ટેક્સ લાદી દીધો છે. પેટ્રોલિયમ પર દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરતી કેન્દ્ર સરકારને આવું શા માટે કરવું પડી રહ્યું છે? ક્યાં ગયો પૈસો? સરકારી સ્કૂલોમાં ફી વસૂલવામાં આવશે, સરકારી હોસ્પિટલમાં પૈસા વગર ઈલાજ નહીં થાય તો ગરીબ માણસ ક્યાં જશે. હવે ફ્રીમાં મળતા રાશનને પણ બંધ કરવાનો વિચાર કેન્દ્ર સરકાર કરી રહી છે. સ્વતંત્રતા બાદ આ પહેલી સરકાર છે જે નુકસાનમાં ચાલી રહી છે. વર્ષ 2014માં 20 લાખ કરોડનું બજેટ હતું હવે 40 લાખ કરોડનું છે. કેન્દ્રએ તેમના સુપર રીચ દોસ્તારોની 10 લાખ કરોડની લોન માફ કરી, પાંચ લાખ કરોડનો ટેક્સ માફ કર્યો અને હવે આમ આદમીના ખાવા-પીવા પર ટેક્સ લગાવી રહી છે. આવી જ પરિસ્થિતિ રહેશે તો દેશ કેવી રીતે ચાલશે?

Google search engine