Homeધર્મતેજપ્રભુમાં પક્ષપાત ક્યાંથી?

પ્રભુમાં પક્ષપાત ક્યાંથી?

ગીતા-મહિમા – સારંગપ્રીત

અહંકારને દૂર કરીને ભગવદ્-નિષ્ઠા કરવાનો ઉપદેશ આપ્યા પછી કૃષ્ણ ભગવાન આગળ ભગવદ-નિષ્ઠાના અવરોધક તત્ત્વને છતું કરે છે. આ તત્ત્વ છે ભગવત્ સ્વરૂપમાં પક્ષપાત-દર્શન. આવો તેને વિસ્તારથી સમજીએ.
કુદરત હંમેશાં મારી વિરોધમાં છે મેં તો મહેનત કરી, પરંતુ પ્રભુએ મદદ ન કરી. ભગવાને આટલું તો ઠીક નથી કર્યું. એમ ફરિયાદના ટોપલાઓ ભરી ભરીને નાખનારાઓથી શું પરિસ્થિતિમાં ફેર પડશે? શું આ પક્ષપાત-દર્શન યોગ્ય છે? વર્ષો પૂર્વે મહાભારતના યુદ્ધમાં પણ દુર્યોધને ગુરુ દ્રોણાચાર્યને છેલ્લે શબ્દ વિંધેલા, તમારા થકી જ વિદ્યા પ્રાપ્ત કરવા છતાં અર્જુનના બાણમાં અને મારા બાણમાં કેમ આવો તફાવત છે? તમે…
અરે, જેને દોષ જ જોવા છે એ તો પૂર્ણિમાના ચંદ્રને પણ કલંકિત અને જાજ્વલ્યમાન સૂર્યને પણ સાંજ થતાં આકાશરૂપી મેદાનથી ભાગી જનાર પલાયિત યોદ્ધાની જેમ ડરપોક જ ગણે છે. એવા કોઈ ‘બુદ્ધિવાદી’એ કહ્યું છે કે ભગવાને સુવર્ણમાં ગંધ, શેરડીનાં વૃક્ષોમાં ફળ, ચંદનનાં વૃક્ષોમાં પુષ્પ ન રાખ્યું. વળી, વિદ્વાનને ધની અને રાજાને દીર્ઘાયું ન બનાવ્યા. ખરેખર, ભગવાનને કોઈએ બુદ્ધિ કેમ ન આપી?
એ કહેવાતા ‘વિચક્ષણે’ પ્રભુએ આપેલી બુદ્ધિનો એની પર જ ઉપયોગ કરીને ખરેખર ‘બુદ્ધિહીનતા’ આચરી.
અરે, લોકમાં સજ્જન વ્યક્તિ તટસ્થ રહી ‘પક્ષપાત’ નથી કરતી તો એના રચનારા પ્રભુમાં તો ક્યાંથી પક્ષપાત હોય? પરંતુ કમળાનો રોગી તો બધે પીળું જ જુએ ને?
વળી કેટલાક કહે છે કે ભગવાન તો અમુક લોકોનું જ સાંભળે, પરંતુ જો ખરેખરી શ્રદ્ધા હોય તો ભગવાન આવે છે અને મદદ કરે છે. ઇતિહાસ છે;
ઇંળેણ ઇંવટળ વે ધઉંમળણ અળટજ્ઞ ણવિ,ં
વપ પફિળ ઇંજ્ઞ ઘેલજ્ઞ રૂૂબળટજ્ઞ ણવિ॥
અર્થાત્ ભગવાન તો સર્વ માટે સમાન પ્રેમ ધરાવે છે, પરંતુ આપણાં કર્મના આધારે વધ-ઘટ થાય છે.
તેથી જ ગીતા કહે છે કે;
અર્થાત્ મને કોઈ માટે દ્વેષ કે કોઈ માટે આસક્તિ નથી. જે મને ભક્તિપૂર્વક ભજે છે તે સદા મારા હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરે છે અને હું તેઓનાં હૃદયમાં સ્થાન મેળવું છુ.
હા, જ્યારે અદેખાઈ કરીને યથાર્થ મહેનતથી મુખ ફેરવવામાં આવે ત્યારે સમાજમાં ‘અર્જુન’ અને ‘ગુરુ દ્રોણાચાર્ય’ પર પણ જરૂર પક્ષપાતનો આરોપ લાગતો ભાસે છે, પરંતુ પ્રાય: આરોપી દુર્યોધન જેવા વ્યક્તિત્વથી કોણ અપરિચિત છે ? આ દૃષ્ટિ તો દુર્યોધન દૃષ્ટિ છે.
મહાભારતમાં ‘આદિ પર્વ’ અંતર્ગત ‘યયાતિ રાજા અને પુત્ર પૂરુ’નું આખ્યાન આવે છે. જેમાં રાણી ‘દેવયાની’ થકી જન્મેલા યદુ, તુર્વસુ અને દ્રુહ્યુને યયાતિ રાજાએ રાજ્ય ન સોંપ્યું, પરંતુ દાસી શર્મિષ્ઠા થકી જન્મેલા ‘અનુ’ તથા ‘પૂરુ’ પૈકી ‘પૂરુ’ને રાજા બનાવે છે, જેથી કુળ પણ પૌરવ’ નામે પ્રખ્યાત થાય છે. પરંતુ આમાં પિતાનો પક્ષપાત નહીં પરંતુ ‘પૂરુ’ ને તેની વિશેષ ભક્તિ,
પિતાનાં આદેશ પાલનનું ફળ પ્રાપ્ત થાય છે પછી ભલે તે અન્ય પુત્રો કરતાં વયમાં ન્યૂન હોય.
સૂર્યને ક્યાં નીચ કે ઉચ્ચનો ભેદ ? ને વર્ષાને ક્યાંથી ગરીબ-તવંગર જેવો પક્ષપાત? તેમ ભગવાન તો સદા એના જ થાય જે એને ભજે, માટે ભગવાનમાં ખોટા ‘પક્ષપાત’ જેવા વાહિયાત આક્ષેપ કરવામાં આપણે આપણું અહિત કરીએ છીએ. ભગવાન તો અગ્નિ જેવા નિર્લેપ છે. વસ્તુત: જે દોષો આપણામાં હોય તેનું પ્રતિબિંબ ભગવાનમાં ભાસે છે.
ભગવાન આ પૃથ્વી પર આવે ત્યારે પણ અનેક ભાવો બતાવે, પણ તેઓ તો સદા દિવ્ય જ છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે-
જેમ બાળક ગર્ભમાં આવે ને તે ગર્ભ વૃદ્ધિને પામે પછી જન્મે છે ને બાળ, યૌવન, વૃદ્ધ અવસ્થા થાય છે ને મૃત્યુને પામે છે; તેમ જ ભગવાન પણ એવી જ મનુષ્યની ચેષ્ટા કરે છે. અને જેમ મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મદ, મત્સર, ઈર્ષ્યા, દ્વેષ, રાગ, મોહ, સુખ, દુ:ખ, ભય, નિર્ભય, શૂરતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિદ્રા, પક્ષપાત, પારકું, પોતાનું, ત્યાગ, વૈરાગ્ય ઇત્યાદિક સ્વભાવ છે; તેમ તેવા જ એ સર્વે સ્વભાવ મનુષ્ય દેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે. હા, તેમાં જણાય છે, તે લીલા છે, પરંતુ વસ્તુત: ભગવાનમાં કોઈ દોષ નથી. અનંત કોટિ બ્રહમાંડોનું સંચાલન અને દયા કરવાવાળા એ પ્રભુને આપણી વધુ ચિંતા છે. ફક્ત શ્રદ્ધા અને ધૈર્યની જરૂર છે.

RELATED ARTICLES

Most Popular