Homeવીકએન્ડતમે સ્ત્રી છો કે પુરુષ એનો ખ્યાલ દોઢસો વર્ષની ઉંમરે આવે ત્યારે

તમે સ્ત્રી છો કે પુરુષ એનો ખ્યાલ દોઢસો વર્ષની ઉંમરે આવે ત્યારે

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

હું સાવ બે અઢી વર્ષનો હતો ત્યારે મારી એક શરારતને કારણે સૌ મને એક પ્રશ્ન પૂછતાં કે “અલ્યા, તું મોટો થઈને કોની હારે લગન કરવાનો ?” ત્યારે હું શરમાતો શરમાતો કહેતો “રાધા હારે લદન કલવાનો છું! એ ઉમરે પણ મને ખબર હતી કે હું જે છું એ પુરૂષ કહેવાય અને મારે જેની સાથે “લદન તલવાના હોય એ રાધા એટલે કે સ્ત્રી જ હોય. માનવદેહે જન્મ લીધેલા તમામ જીવોને આપણી સમાજ વ્યવસ્થા લિંગભેદ શરૂઆતથી જ સમજાવી દે છે. તું છોકરો છો, તું છોકરી છો. તારાથી આમ થાય અને તારાથી આમ તો ન જ થાય.
પરંતુ પ્રકૃતિના ઘડેલા જીવોમાં આ સમજ દૈહિક મેચ્યોરિટિ સાથે જ આવે છે. કુદરતના ખોળે રમતો દરેક જીવ તેની ઉંમરના જે પડાવે પ્રજનન કરવાની શક્તિ પ્રાપ્ત કરે ત્યારથી કદાચ તેને અહેસાસ થતો હશે કે પોતે નર છે કે માદા.
જો કે મારું માનવું છે કે જાતિય પુખ્તતા બાદ પણ પ્રાણીઓમાં નર હોવાનું કે માદા હોવાનું કોઈ વિશેષ મહત્ત્વ નહીં હોય, કારણ કે એમને તો કુદરતના ચક્રમાં પોતાની ભૂમિકા માત્ર અદા કરવાની હોય છે. એમને ટૂંકા કપડાં પહેરાય કે ન પહેરાય એવી કોઈ બંદિશ હોતી નથી. ભારતનો વાંદરો કે વાંદરી જેટલા નગ્ન હોય છે એટલા જ નગ્ન અરબ દેશો, યુરોપ, અમેરિકાના હોય છે !
એટલાન્ટિક સમુદ્રના ઉત્તરપટ્ટામાં લગભગ બધે જ જોવા મળતી ‘ગ્રીનલેન્ડ શાર્ક’ એ શાર્કની એક એવી જાતિ છે જેની પુખ્ત વયે લંબાઈ ૧૩ થી ૧૬ ફૂટ જેટલી હોય છે. આમ જોઈએ તો આ શાર્ક એક વિશાળકાય શાર્ક છે. અત્યાર સુધીમાં માછીમારોએ પકડેલી સૌથી મોટી ગ્રીનલેન્ડ શાર્ક ૧૬.૧૭ ફૂટની જોવા મળી છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે આ શાર્કોની ઉંમર નક્કી કરવા માટે તેના શરીરના ટીસ્યુમાં થતું કેલ્િિશફિકેશન મહત્વનો ભાગ ભજવે છે. આપણે જે સૌથી વિશાળ ૧૬.૧૭ ફૂટની ગ્રીનલેન્ડ શાર્કની વાત કરીએ છીએ તેની ઉંમર લગભગ ૩૯૨ વર્ષની હતી.
હવે પ્રશ્ર્ન એ થાય કે આ શાર્ક શા માટે આટલું જીવતી હશે, શા માટે આટલી મોટી થતી હોવા છતાં બહુ ચર્ચામાં આવી નથી ? વાત એવી છે કે ઉત્તર એટલાંટિક અને આર્કટિક સમુદ્રના અત્યંત ઠંડા પાણીની ઉંડાઈઓના અંધારીયા વિશ્ર્વમાં જીવતી હોવાથી આ શાર્કનું મોટીબોલિઝા ખૂબ જ ધીમું હોય છે.
જરા કલ્પના કરો કે અંદાજે ત્રણસો વર્ષ જીવતી આ શાર્કની લંબાઈ ૧૬ ફૂટ જેટલી હોય તો ગ્રીનલેન્ડ શાર્ક વર્ષે માંડ પોણા ફૂટ જેટલી મોટી થતી હોય છે. બીજી રીતે ઉદાહરણ લઈએ તો આજે જે શાર્ક જીવતી હશે તે
કદાચ ક્રિસ્ટોફર કોલંબસ જન્મ્યો એના કરતાં પણ પહેલા જન્મેલી હશે.
આમ જન્મ બાદ મંથર ગતિએ મોટી થતી આ ગ્રીનલેન્ડ શાર્ક લગભગ દોઢસો જેટલી ઉંમરે પ્રજનન માટે પુખ્ત બને છે. આ શાર્ક આર્કટિક સમુદ્રના અતલ ઊંડાણમાં રહેતી હોવાથી તે મહદ્દ અંશે અંધ જેવી હોય છે. આમ છતાં ગ્રીનલેન્ડ શાર્કે પોતાના બચાવમાં એક સુંદર તરીકો શોધી કાઢ્યો છે.
હીમ જેવા ઠંડા દરિયાના પાણીમાં લગભગ ૭૨૦૦ ફૂટ જેટલી ઊંડાઈ પર જીવતી આ શાર્કનો શિકાર બીજા જીવો એટલા માટે નથી કરતાં કારણ કે તેનું માંસ તેના શિકારીઓ માટે ઝેરી સાબિત થાય છે.
શાર્કની આ જાતિનું અસ્તિત્વ લગભક ૧૦૦ મિલિયન વર્ષોથી છે. અને તેથીજ દરિયાઈ જીવ વિજ્ઞાનીઓ તેને જીવતું અશ્મિ કહે છે.
દરિયાના અતલ ઊંડાણમાં વસતા આ જીવના શિકારીઓમાં મહદ્દ અંશે સ્પર્મ વ્હેલ તેનો શિકાર કરતી હોય એવું અનુમાન છે, પરંતુ આ જીવને પણ ખતરાના આરે આવેલો જીવ જાહેર કરવાની ફરજ પડેલી. આશ્ર્ચર્યજનક રીતે સ્પર્મ વ્હેલના કારણે નહીં, પરંતુ માનવના કારણે.
આ શાર્કનું માંસ ઝેરી હોવા છતાં વિશ્ર્વના અમુક દેશના લોકો તેનું માંસ ખાય છે. માનવે આ ઝેરી માંસને બિનઝેરી બનાવવાના ઉપાયો પણ શોધી કાઢ્યા છે! તેના માંસને પાણી બદલી બદલીને સતત ઉકાળ્યા બાદ તેને સૂકવી નાખવાથી તેના માંસમાંનું ઝેર બિનઅસરકારક થઈ જાય છે, પરંતુ વિશ્ર્વ કક્ષાએ આ એલિયન જેવા જીવને બચાવવાના અથાક પ્રયાસોના કારણે તેમના શિકાર પર લગામ લાગી છે.
એક હકીકત એવી પણ છે કે હકીકતે આ જીવ માટેની ચોક્કસ માહિતી કોઈ વૈજ્ઞાનિક એકત્રિત કરી શક્યો નથી, કારણ કે એક શાર્કનો અભ્યાસ કરવા માટે તેના જેટલું જીવવું પણ પડે ને ?
અંતે એક મજાની વાત સાથે પૂર્ણાહુતિ કરીએ. જેટલું લાંબું ગ્રીનલેન્ડ શાર્કનું આયુષ્ય છે, તેટલું જ અનોખું તેનું પુન:સર્જનનું ચક્ર પણ છે. મતલબ કે એક નર કે માદા શાર્ક ૧૫૦ વર્ષની થાય ત્યારે જાતિય પુખ્તતા ધારણ કરે. તેને સમજાય કે અલ્યા, હું તો નર છું કે માદા છું! પછી શોધ ચાલે સુયોગ્ય દુલ્હા કે દુલ્હનની અને જ્યારે જોડી તો ઉપર સ્વર્ગમાં બનતી હોય તેમ આપણી
દોઢસો વર્ષના યુવા દુલ્હા કે દુલ્હનને મેટિંગ પાર્ટનર
મળી જાય.
અંતે પુન:સર્જનના ચક્રનું મહત્ત્વનું પાસુ ગર્ભાધાન છે. માનવના નવ માસના ગર્ભાધાન સમયની સામે ગ્રીનલેન્ડ શાર્કનો ગર્ભાધાન સમયગાળો ૮ વર્ષથી લઈને ૧૮ વર્ષનો હોય છે. મતલબ ગર્ભ રહ્યા બાદ ૮ વર્ષથી લઈને ૧૮ વર્ષ બાદ બેબી ગ્રીનલેન્ડ શાર્કની ફોઈબા “ઓળીઝોળી પીપળ પાન, ફઈએ પાડ્યા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular