Homeઆપણું ગુજરાતભારતમાં ક્યારે શરૂ થશે ટ્વીટર બ્લુ સર્વિસ? ઈલોન મસ્કે પોતે જવાબ આપ્યો

ભારતમાં ક્યારે શરૂ થશે ટ્વીટર બ્લુ સર્વિસ? ઈલોન મસ્કે પોતે જવાબ આપ્યો

ઈલોન મસ્કે ટ્વિટરનો દોરીસંચાર સાંભળ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટા પરિવર્તનો કરવામાં આવી રહ્યા છે. ટ્વીટર પર બ્લુ ટિક માટે દર મહિને $8 ચૂકવવાની જાહેરાત થઈ ત્યારથી, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આખરે ભારતમાં આ સેવા ક્યારે શરૂ થશે. એલોન મસ્કે પોતે જ આ અંગે જવાબ આપ્યો છે. એક ટ્વિટર યુઝરના પ્રશ્ન પર મસ્કએ કહ્યું છે કે આ પ્રીમિયમ સેવા ભારતમાં એક મહિનાથી પણ ઓછા સમયમાં શરૂ કરવામાં આવશે. હાલમાં ટ્વિટર બ્લુ ફક્ત યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુકેમાં આઇફોન વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.
iPhone પર ટ્વિટરના લેટેસ્ટ અપડેટમાં જણાવ્યા અનુસાર, અમે ટ્વિટરમાં વધુ સારા ફીચર્સ ઉમેરી રહ્યા છીએ અને વધુ સુવિધાઓ તમારા માટે ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. જો તમે હમણાં સાઇન અપ કરો છો, તો તમે Twitter Blue માટે દર મહિને $7.99 ચુકવવાના રહેશે.

“>

ટ્વિટરે કહ્યું છે કે બ્લુ ટિક માટે ચૂકવણી કરનારા લોકો માટે ટૂંક સમયમાં કેટલીક વધારાની નવી સુવિધાઓ શરૂ કરવામાં આવશે. ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન હેઠળ, વપરાશકર્તાઓ હવે લાંબા વિડિઓ અને ઑડિયો પોસ્ટ કરી શકશે. ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સને સામાન્ય વપરાશકર્તાઓની સરખામણીમાં અડધી જાહેરાતો જોવાની રહેશેશે. ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ મફતમાં પેઇડ આર્ટીકલ પણ વાંચી શકે છે. ટ્વીટને એડિટ કરવાની સુવિધા અને ડાઉનવોટ જેવી સુવિધાઓનો લાભ લઈ શકશે. ટ્વિટરે કહ્યું છે કે આ સર્વિસથી તમારા અકાઉન્ટને સેલિબ્રિટી, કંપનીઓ અને રાજકારણીઓની જેમ બ્લુ ચેકમાર્ક મળશે.
અગાઉ, ઈલોન મસ્કે એક ટ્વીટમાં આ સેવા માટે ચાર્જ લેવાથી નાખુશ વપરાશકર્તાઓને ટકોર કરી હતી. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે તમે જે ચૂકવો છો તે તમને મળે છે.

RELATED ARTICLES

Most Popular