મુંબઇ: મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘નાના શંકર શેઠ ટર્મિનસ’ કરવા અંગેની દરખાસ્ત મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને ૨૦૨૦માં મોકલી હતી. નાના શંકર શેઠને ભારતીય રેલવેના પિતા તરીકે ઓળખવામાં આવે છે. નાના શંકર શેઠ જગન્નાથ શંકર શેઠ તરીકે પણ જાણીતા હતા. તેઓ ઉદ્યોગપતિ, શિક્ષણશાસ્ત્રી અને દાનવીર હતા. એમણે રેલવે શરૂ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ૧૬મી એપ્રિલના રોજ ‘રેલવે દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર મંજુરી આપે અને આ જ દિવસે ‘મુંબઇ સેન્ટ્રલ’ રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘નાના શંકર શેઠ ટર્મિનસ’ કરવામાં આવે તેવી લોકલાગણી છે.ઉ
મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનું નામ ‘નાના શંકર શેઠ ટર્મિનસ’ ક્યારે થશે?
RELATED ARTICLES