રક્ષાબંધન ક્યારે મનાવશો 11 કે 12 ઑગસ્ટ, દૂર કરો કન્ફ્યુઝન

સ્પેશિયલ ફિચર્સ

આ વર્ષે રક્ષાબંધનની તારીખને લઇને ઘણુ કન્ફ્યુઝન છે. જો તમે પણ આ દુવિધામાં છો તો જાણી લો કે આ વર્ષે રક્ષ બંધનનો તહેવાર 11 ઑગસ્ટ, 2022ના રોજ મનાવવામાં આવશે. બહેનોના ભાઇઓએ શુભ મુહૂર્તમાં રાખડી બંધાવવી જોઇએ. ભદ્રા કાળમાં રાખડી નહીં બાંધવી જોઇએ.
હિંદુ પંચાગ અનુસાર શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 11 ઑગસ્ટ ગુરુવારે સવારે 10.38 કલાકે શરૂ થઇ શુક્રવારે સવારે 7.05 કલાકે પૂરી થશે. પંડિતોનું કહેવું છે કે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 11 ઑગસ્ટના રોજ જ મનાવવામાં આવશે.
રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાના ઘણા મુહૂર્ત રહેશે. 11 ઑગસ્ટના દિવસે સવારે 11.37થી 12.29 કલાક સુધી અભિજીત મુહૂર્ત રહેશે. પછી બપોરે 2.14 કલાકથી 3.07 કલાક સુધી વિજય મુહૂર્ત રહેશે. આ દરમિયાન આપ કોઇ પણ શુભ મુહૂર્ત જોઇને ભાઇના હાથે રાખડી બાંધી શકો છો.
આ વખતે રક્ષાબંધન પર ભદ્રા કાળ પણ છે. 11 ઑગસ્ટે સાંજે 5.17 કલાકથી રાતના 8.00 કલાક સુધી ભદ્રા કાળ રહેશે. જોકે, ઘણા પંડિતોનું કહેવું છે આ વખતનો ભદ્રા કાળ પૃથ્વી પર મનાવવામાં નહીં આવે, તેથી ભદ્રા કાળની ફિકર કરવાની જરૂર નથી.
આ દિવસે કાળા વસ્ત્રો નહીં પહેરવા જોઇએ. કાળા કપડા નકારાત્મક ઉર્જાનું પ્રતિક છે. ભાઇને માથએ તિલક કરો ત્યારે ભાઇનું માથઉ રૂમાલથી ઢાંકેલુ હોવું જોઇએ. ભાઇનો ચહેરો દક્ષિણ દિશા તરફ ના હોવો જોઇએ. માથા પર ચોખા લગાવો તે તૂટેલા ના હોવા જોઇએ.
ભાઇને રાખડી બાંધો તો રાખડી કે સૂતરના તાંતણાને ત્રણ ગાંઠ મારવી. પહેલી ગાંઠ ભાઇના દિર્ધાયુષ્ય માટે, બીજી ગાંઠ ભાઇની સુખ-સમૃદ્ધિ માટે અને ત્રીજી ગાંઠ ભાઇ-બહેનના સંબંધને મજબૂત કરવા માટે મારવામાં આવે છે. આ ત્રણ ગાંઠ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ સંબોધિત કરે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.