એકનાથ શિંદે અને તેમની સાથે જેટલાં લોકો છે એ બધાને અમે જ અયોધ્યા લઇ ગયા હતાં. ધર્મના નામે જે કંઇ ચાલી રહ્યું છે અમે એના વિરોધમાં નથી. અમે પણ અનેકવાર અયોધ્યા ગયા છીએ. પણ ભાજપના લોકો ક્યારેય અમારી સાથે અયોધ્યા આવ્યા નથી. બાબરી મસ્જીદ પાડવામાં આવી ત્યારે ભાજપવાળા અમને મૂકીને ત્યાંથી નાંસી ગયા હતાં. હવે ગદ્દારોની આંગળી ઝાલીને અયોધ્યા ગયા છે. આવા શાબ્દિક પ્રહાર રાઉતે કર્યા હતાં.
અયોધ્યા જઇને સત્યવચની ભગવાન રામના દર્શન કરવા એ એક અનેરો લ્હાવો છે. અરે પણ હા, ભગવાન રામનું સત્યવચન તમે ક્યાં પાળવાના છો? જ્યારે પક્ષ છોડ્યો, દગો કરી સુરત અને ગુવાહાટીના દર્શન કરવા ગયા ત્યારે શું તમને રામની યાદ ન આવી? આવી ટીકા શિવસેના ઠાકરે જૂથના સાંસદ સંયજ રાઉતે શિંદે જૂથ પર કરી. તેમણે મીડિયા સાથે વાત કરતાં શિંદે જૂથ પર શાબ્દિક પ્રહાર કર્યા હતાં.
વધુમાં સંજય રાઉતે કહ્યું કે, ગુવાહાટીની જગ્યાએ જો અયોધ્યા જઇને પ્રભૂ શ્રીરામના ચરણોમાં તમારા પ્રશ્નો મૂક્યા હોત તો તેમણે અસત્ય સાથે ભેટો ના કરાવ્યો હતો. કારણ કે પ્રભૂ શ્રીરામનું યુદ્ધ રાવણ સાથે હતું.
મહારાષ્ટ્રમાં પાછલાં 72 કલાકમાં કમોસમી વરસાદ અને કરાંને કારણે ખેડૂતોનું મોટું નૂકસાન થયું છે. વાતાવરણમાં આવેલ બદલાવને કારણે મરાઠવાડા, વિદર્ભ, ઉત્તર મહારાષ્ટ્ર અહીંની પરિસ્થિતિ વિકટ બની છે. એમાં મહારાષ્ટ્રની તો હાલત ખરાબ છે. ખેડૂતોને રામ ભરોસે છોડી આ સરકાર ધર્મના નામે પિકનીક પર નિકળી છે. પ્રભૂ શ્રીરામનો આશિર્વાદ આ લોકોને નહીં મળે. એવી ટિકા પણ રાઉતે કરી હતી.