સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા હતા,ત્યારે વિવેકાનંદની ટીકા કરવામાં અથવા તો તેઓનું અપમાન કરવાનું અમેરિકાન લોકો ચૂકતા નહીં.એક પ્રસંગમાં વિશ્વના દેશોના ધર્મગ્રંથોની થપ્પી પડેલી હતી. .તેમાં શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનું પુસ્તક સૌથી નીચે હતું. આથી કોઈ ટીખળીએ વિવેકાનંદને એવું કહ્યું કે,’જુઓ વિવેકાનંદ ! તમારું શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પુસ્તક સૌથી નીચે પડ્યું છે. પ્રત્યુતરમાં વિવેકાનંદ કશું બોલ્યા નહીં,પરંતુ હળવેકથી ગીતાજીનું પુસ્તક નીચેથી તેમણે ખેંચી લીધું.પરિણામ સ્પષ્ટ છે કે બાકીના બધા પુસ્તકો ધરાશાહી થઈ ગયા.એટલું જ બોલ્યા કે,’અમારું શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પુસ્તક એ બીજા ધર્મ નો પાયો છે. એ પડશે તો બધુ જ ધૂણધાળી થઈ જશે. આજે વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે હિન્દુત્વના નામે માત્ર બફાટ કરતા નેતાઓએ તેમના સંયમી અને બુદ્ધીશાળી વ્યક્તિત્વમાંથી કંઈક લેવું જોઈએ.
વિવેકાનંદના જન્મને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારણ કે વિવેકાનંદને યુવાનોમાં વિશેષ શ્રદ્ધા હતી.વિવેકાનંદ યુવાનોને વધુ સંબોધતા.યુવાનોમાં શ્રદ્ધા વ્યક્ત કરતા.તેમનું પ્રસિદ્ધ અવતરણ ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’ ખૂબ જ પ્રચલિત છે. વિવેકાનંદે પૂર્વ અને પશ્ચિમ,વિજ્ઞાન અને ધર્મ, ભૂતકાળ અને વર્તમાનનો સુમેળ સાધ્યો હતો.તેઓ તેમના ઉપદેશ દ્વારા યુવાન મગજમાં આત્મ સાક્ષાત્કારની શક્તિ ભરવા માંગતા હતા. રાષ્ટ્રવાદને તેઓ ખૂબ ભાર આપતા.
આપણી પવિત્ર માતૃભૂમિ તત્વ જ્ઞાન અને ધર્મની ભૂમિ છે.તેવું તેઓ માનતા.
વિવેકાનંદ બાળપણથી જ બહાદુર અને નીડર હતા.પરોપકારી હતા.તેઓ માનતા કે પ્રાર્થના માટે જોડેલા બે હાથ કરતા,ગરીબને આપવા માટે લાંબો કરેલો એક હાથ વધારે સારો છે.તેઓની વિચારધારા દરિદ્રનારાયણની સેવા કરવા માટે હતી.