જ્યારે શાહરૂખ ખાનને તેના CAએ કહ્યું, ‘ગૌરી પાસેથી કંઈક શીખો’ કોરોના કાળમાં તે ઘરની એકમાત્ર કમાનાર વ્યક્તિ હતી

ફિલ્મી ફંડા

‘ફેબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવૂડ વાઇવ્ઝ’ની બીજી સિઝનનું સ્ટ્રીમિંગ Netflix પર શરૂ થઈ ગયું છે. એના એક એપિસોડમાં કરણ જોહરે તેના મિત્ર શાહરૂખ ખાન વિશે એક રમુજી ટુચકો યાદ કર્યો હતો. આ એપિસોડમાં કરણ અને શાહરૂખની ઈન્ટિરિયર ડિઝાઈનર પત્ની ગૌરી ખાન બંને મહેમાન હતા. જ્યારે બંને મહિપ કપૂર સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે કરણે ખુલાસો કર્યો કે શાહરૂખ ખાનને તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેણે તેની પત્ની પાસેથી કંઈક શીખવું જોઈએ. કરણે કહ્યું, ‘બીજા દિવસે શાહરૂખે મને ખૂબ હસાવ્યો. તેણે કહ્યું, ‘જ્યારથી રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી ગૌરી પરિવારની એકમાત્ર સભ્ય છે જે આ ઘરમાં પૈસા કમાય છે.’ તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ફોન કરીને કહ્યું હતું કે, ‘તું તારી પત્ની પાસેથી કેમ કંઈ શીખતો નથી? તે ઘરમાં એકમાત્ર કમાનારી વ્યક્તિ છે.’
શાહરૂખ ગૌરીના ઈન્ટિરિયર ડિઝાઈનિંગ બિઝનેસનો ઉલ્લેખ કરી રહ્યો હતો. તેણે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સહિત અનેક સેલિબ્રિટી ઘરો ડિઝાઇન કર્યા છે.
સંજય કપૂરની પત્ની મહિપ, ચંકી પાંડેની પત્ની ભાવના, સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સજદેહ અને સમીર સોનીની પત્ની અભિનેત્રી નીલમ કોઠારી ફેબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવુડ વાઇવ્ઝની બીજી સિઝનમાં પરત ફર્યા છે. બીજી સિઝનમાં અર્જુન કપૂર, બાદશાહ, મલાઈકા અરોરા, બોબી દેઓલ, જેકી શ્રોફ કેમિયો કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.