કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી-અજમેર શતાબ્દી એક્સપ્રેસની ઓચિંતી મુલાકાત લીધી હતી અને ટ્રેનમાં હાજર મુસાફરો સાથે વાતચીત કરી હતી અને તેમના ફીડબેક પણ લીધા. નવી દિલ્હી-અજમેર શતાબ્દી એક્સપ્રેસની મુલાકાત મુસાફરો પાસેથી પ્રતિસાદ લેતા રેલવે મંત્રીનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
વીડિયોમાં રેલવે પ્રધાન મુસાફરોને ટ્રેનની સ્વચ્છતા વિશે પૂછતા જોઈ શકાય છે. મુસાફરોને ટ્રેનની સેવાઓ વિશે સકારાત્મક પ્રતિસાદ આપતા પણ સાંભળી શકાય છે. આ સિવાય વીડિયોના અંત સુધી અશ્વિની વૈષ્ણવ એક અધિકારી સાથે બેસીને ટ્રેનના કામકાજ વિશે વાત કરતા જોવા મળ્યા હતા. ટ્વિટર પર વીડિયો શેર કરતા રેલવે મંત્રીએ લખ્યું, ‘નવી દિલ્હી-અજમેર શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી કરી, મુસાફરો પાસેથી પ્રતિભાવ લીધો.
Passengers feedback; boarded Ajmer Shatabdi from NDLS pic.twitter.com/GMxpkcpMBe
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 19, 2023
કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મુસાફરોના ફીડબેક મુજબ ટ્રેનમાં સ્વચ્છતા પહેલાથી જ સારી સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે વંદે ભારતને દિલ્હીથી જયપુર અજમેર રૂટ પર ચલાવવાની પહેલ કરવામાં આવશે. રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે આ રૂટ પર પહેલા ટ્રાયલ રન થશે, પછી તેને શરૂ કરવામાં આવશે. 10 એપ્રિલ પહેલા આ રૂટ પર વંદે ભારત શરૂ કરવામાં આવશે. સ્પીડ અને ટ્રેકની જાળવણી અંગે પણ કામગીરી કરવામાં આવશે.

શતાબ્દી એક્સપ્રેસ ખાસ ટ્રેનોમાંથીએક છે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનો ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવતી રાજધાની, દુરંતો જેવી વિશેષ ટ્રેનોમાંની એક છે. આ ટ્રેનોનો ઉપયોગ સામાન્ય રીતે મેટ્રો શહેરોને અન્ય સ્થળો સાથે જોડવા માટે ટૂંકાથી મધ્યમ અંતર માટે કરવામાં આવે છે જે પ્રવાસન, તીર્થયાત્રા અથવા વ્યવસાય માટે મહત્વપૂર્ણ છે. આ સિવાય આ ટ્રેન ભારતની સૌથી ઝડપી ટ્રેનોમાંની એક છે.