વડાપ્રધાન મોદીને મળવા માટે વ્યાકુળ દેખાયા અમેરિકાના રાષ્ટ્રપતિ, સોશિયલ મીડિયા યૂઝર્સ બોલ્યા- જલવો છે મોદીનો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટ માટે બે દિવસની જર્મનીની મુલાકાતે છે. સોમવારે એમણે એમરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો સાથે મુલાકાત કરી હતી. ખાસ વાત એ છે કે જયારે વડાપ્રધાન મોદી સમિટ દરમિયાન અન્ય નેતાઓને મળી રહ્યા હતા ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને બધા પ્રોટોકોલ્સને તોડીને વડાપ્રધાન મોદી પાસે પહોંચી ગયા હતા. એ પછી એમણે કંઇક એવું કર્યું કે હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. વાઇરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો સાથે વાતચીત કરી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સામેથી ચાલીને ત્યાં પહોંચે છે અને વડાપ્રધાન મોદી સાથે હાથ મિલાવે છે. મોદી અને બાઇડેનનો સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વીડિયો પર યૂઝર્સ કમેન્ટ કરી રહ્યા છે.

1 thought on “વડાપ્રધાન મોદીને મળવા માટે વ્યાકુળ દેખાયા અમેરિકાના રાષ્ટ્રપતિ, સોશિયલ મીડિયા યૂઝર્સ બોલ્યા- જલવો છે મોદીનો

  1. Respect has to be earned. It cannot be demanded. PM Modi has earned it, and how! Despite all the howling from the Opposition, three cheers for PM Modi! He is his own man. He says what he does; and does what he says. He is not remote controlled by anyone. Do keep and carry on please! More power to you, sir!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.