IND v/s PAKના મહામુકાબલા પહેલા KL Rahulના ફોર્મ પર આ ભૂતપૂર્વ ક્રિકેટરે ઉઠાવ્યા સવાલ

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

એશિયા કપ 2022માં ભારતે સુપર ફોરમાં જગ્યા બનાવ્યા બાદ ચોથી સપ્ટેમ્બરમાં ફરી એકવાર ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો જોવા મળશે. આ પહેલા ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું. આગામી મેચ પણ દુબઈના મેદાનમાં જ રમાશે.

પાકિસ્તાન સામેની મેચમાં આ વખતે ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર નજર રહેશે. રવિન્દ્ર જાડેજાને ઈજા પહોંચી હોવાથી તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો ત્યારે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર આરપી સિંહે ભારતીય ટીમને લઈને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, દિનેશ કાર્તિક અને કે. એલ. રાહુલને હાલમાં આરામ આપવાની જરૂર છે અને ઋષભ પંતને મોકો આપવો જોઈએ. મને રાહુલની પણ બોડી લેગ્વેજ યોગ્ય નથી લાગતી. કોન્ફિડન્સનો અભાવ લાગે છે. તેથી તેને થોડો સમય આરામ આપવાની જરૂર છે. રાહુલને પહેલા ઈજા થઈ હતી અને તે સારવાર બાદ પાછો ફર્યો છે તેથી તેને મેચની પરિસ્થિતિને ફરીથી સમજતા વાર લાગશે અને ભવિષ્યમાં ટીમ ઈન્ડિયા માટે ચિંતાનું કારણ બની શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.